• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પવિત્ર શ્રાવણ માસમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા વાલ્મીકિ સમાજનાં પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમરસતાનો ઐતિહાસિક સંદેશ*

પવિત્ર શ્રાવણ માસમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા વાલ્મીકિ સમાજનાં પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
સમરસતાનો ઐતિહાસિક સંદેશ
————–
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા છેલ્લા આઠ વર્ષ દરમિયાન સમગ્ર સનાતન હિંદુ સમાજનાં અલગ અલગ પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરી ગૌસેવા ,સનાતન એકતા અને રાષ્ટ્રીય એકતાનું મહાન સત્કાર્ય થયું છે.
‌સમરસતાના ભાવને વધુ પ્રબળ બનાવવા માટે ગુરૂવારે વાલ્મીકિ સમાજ ડીસાના ખૂબ જ સક્રિય અને જાગૃત પ્રમુખ કિશોરભાઈ મગનભાઈ ચૌહાણ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવ્યાં હતાં. ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં સમગ્ર વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક અને આનંદિત બન્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 43000 તેતાલીસ હજાર જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી.
ભજન યજમાન કિશોરભાઈ મગનભાઈ ચૌહાણ પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આગામી ગુરુવારે વાલ્મીકિ સમાજના અગ્રણી ચેતનભાઈ ઈશ્વરભાઈ સોલંકી પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ તેમણે સૌને આમંત્રણ આપ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસમાં દર ગુરૂવારે વાલ્મીકિ સમાજનાં પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવાનાં હોઈ સમગ્ર વાલ્મીકિ સમાજે અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા સમરસતાનો એક ઐતિહાસિક સંદેશ સૌ સુધી પહોંચે તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી સૌએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી. ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૫,૨૬,૫૧૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેકટરશ્રીની શુભેરછા મુલાકાત લેતા સિરામિક એસોસિએશનના પ્રમુખ એરવાડીયા*

editor

*HELLO MORBI:મોરબી બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા ની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં Chair person તરીકે નિમણુંક.*

editor

Leave a Comment