
*તારીખ: ૨૦ ઑગસ્ટ ૨૦૨૬*
પરમ પૂજનીય સંત શિરોમણિ શ્રી રવિદાસજી મહારાજ ની 650 મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત
કળશ યાત્રા નું આયોજન જોડિયા તાલુકા ના બાલંભા ગામે કરવામાં આવ્યું.
પૂજ્ય કળશ શ્રી ને શ્રી રાધાકૃષ્ણ મંદિર ના મહંત પૂજ્ય નિરંજન ભગત તેમજ ગામની બાળાઓ દ્વારા તિલક અને પુષ્પ હાર દ્વારા વધાવવામાં આવ્યા.
જેમાં જોડિયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઇ રાઘવાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચેતનભાઇ રામપરિયા, અનુસૂચિત જાતિ જિલ્લા મહિલા મોરચા મંત્રી ગૌરીબેન દાફડા, બક્ષીપંચ મોરચા મહામંત્રી અજયભાઈ રામપરિયા, મહિલા મોરચા મહામંત્રી આશાબેન જાદવ તેમજ ગામના આગેવાન હાતીમભાઈ ત્રિવેદી, ભરતભાઈ રાવલ તથા ભરવાડ સમાજના આગેવાન અજાભાઈ ટોયટા, કડિયા સમાજના પ્રમુખ સવજીભાઈ ગોહિલ, ઉપપ્રમુખ શાંતિભાઈ રામાણી , સંજયભાઈ વેગડ સતવારા સમાજના પ્રમુખ છગનભાઈ સોનગરા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હર્ષ ઉલ્લાસ સાથે જોડાય સહભાગી થયા હતા(*લલિત નિમાવત દ્વારા*)


