• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના મહિલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો સહીત કુલ ૩૫ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન*

*૨૫ કોરોનાગ્રસ્ત તેમજ ૧૦ બિનવારસી દિવંગતો ના મોક્ષાર્થે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ના મહિલા આગેવાનો દ્વારા આયોજન*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા છેલ્લા ઘણા સમય થી બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર તથા તેમનુ અસ્થિ વિસર્જન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અનોખી પહેલ કરવા મા આવી છે જેમા મંદિર ના મહીલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૩૫ દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી દ્વારા વિસર્જન કરવા મા આવ્યુ.

આ ભગીરથ કાર્ય મા મોરબી જલારામ મંદિર ના ભાવના બેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, જ્યોત્સના બેન ઘેલાણી, મીનાબેન ચંડીભમર, ચંદ્રીકાબેન માનસેતા, રીનાબેન ધામેચા, જયશ્રીબેન વિંધાણી, ત્રિશાબેન ચૌહાણ, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, રાજુ વિંધાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિત પોપટ, ડો.એમ.ડી. જાડેજા સાહેબ, વિરેનભાઈ પંડ્યા, સુનિલભાઈ ગોસ્વામી સહીતના આગેવાનો જોડાયા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*એક લાખની વસ્તી ધરાવતા ટંકારાને માં નગરપાલિકાનો દરજ્જો અપાવવા સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ*

Hello Morbi

*મરાઠા ની મોસમ મા ખેડૂતોના રવિ પાક અને ખરી પાકને નુકસાન ચૂકવવા સરકાર સર્વે કરી ખેડૂતોને પડ્યા પર પાટું રાહત કરશે?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીતસિંહ જાડેજા નો તબીબી ચમત્કાર : વેન્ટિલેટર પર ના 𝟏𝟎𝟎 વર્ષ ના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયું*

editor

Leave a Comment