• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો સામૂહિક અભિવાદન કરાયું*

ટાઉનહોલ ખાતે મહાનુભાવોના હસ્તે રેશનકાર્ડ ધારકોને હુકમોનું વિતરણ કરાયુગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના ૧૦૧ જેટલા તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવશે થયેલ નવા લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના કરાયેલા આયોજનના ભાગરૂપે મોરબીમાં ટાઉનહોલ ખાતે ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે મોરબી માળીયા ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે, મોરબી ૪૦૦૦થી વધુ લોકોને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદાનો લાભ મળશે. તેમજ આ કાયદા અંગે જાગૃતિ રાખવા લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં આપણા દેશે વિકસીત દેશો કરતાં પણ પહેલા કોરોનાની દવા શોધી લીધી છે અને કોરોના વોરીયર્સને પણ આપવાની ચાલુ કરી દીધી છે. વધુમાં લોકોને અપીલ કરી હતી કે, કોરોનાની દવા ભલે મળી ગઇ હોય પણ આપણે બધાએ પહેલાં જેટલી જ સાવચેતી રાખવી પડશે.

આ પ્રસંગે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરાયેલ નવા લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સ્ટેજ પરથી પ્રતિકરૂપે રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુલર્ભજીભાઇ દેથરીયા, મહામંત્રીશ્રી જયરાજસિંહ જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સ્વેતાબેન પટેલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી ઝાલા, મોરબી ચીફ ઓફીસરશ્રી ગીરીશ સરૈયા, મોરબી તાલુકા મામલતદારશ્રી જાડેજા, મોરબી શહેર મામલતદારશ્રી રૂપાપરા સહિત સમિત સખ્યામાં લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

મોરબી સહિત આઠ જિલ્લામાં નવી GIDC બનશે : મુખ્યમંત્રીની જાહેરાત

Hello Morbi

*HELLO MORBI: પડધરી કોટક પરિવારના સુપુત્ર આદિત્ય ધોરણ 10ના પરિણામમા અવલનંબર આવ્યો*

editor

*મોરબી સિરામિક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખીને મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરાશે*

Hello Morbi

Leave a Comment