• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાયો*

*સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ” વિષય પર માર્ગદર્શન આપવા મા આવ્યુ*

 

હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા શહેર ના આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબી ની હોસ્પીટલ ના સ્ટાફ માટે સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. પ્રતિમાસ આયોજીત થતા આ સેમિનાર મા પ્રવર્તમાન માસે મોરબી ની ખ્યાતનામ સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ ” વિષય પર માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવુ, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડવી, દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દી ની સારવાર દરમિયાન કઈ બાબતો ની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓ નો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવુ, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન, તાલીમ, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલી મા માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. જેમા મોરબી ની વિવિધ હોસ્પીટલ ના 150 થી વધુ સ્ટાફ મેમ્બર્સ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરવા મા આવ્યુ હતુ. આ તકે ડો. વિનોદ કૈલા, ડો. હિતેશ પટેલ, ડો. મનિષ સનારીયા, ડો. દીલીપ તન્ના સહિત ના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર ને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચ ના પ્રમુખ ડો. વિજય ગઢીયા, સેક્રેટરી ડો. દીપક અઘારા, પ્રોજેક્ટ ચેરમેન ડો. અલ્પેશ ફેફર સહીત ના નિષ્ણાંત તબિબો એ જહેમત ઉઠાવી હતી.

-અહેવાલ

નિર્મિત કક્કડ

Related posts

*HELLO MORBI:સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI:રવિવારે ખોખરા હનુમાન ખાતે સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથા નો ઈતિહાસ ઉજાગર કરતા “રંગ છે રઘુવંશી ને” પુસ્તક નું વિમોચન*

editor

*મિત્રો તકલીફ ને તાકાત બનાવીએ તો કશું જ અશક્ય નથી*અહેવાલ અને તસ્વીર કોશીક કોટક પડધરી*

Hello Morbi

Leave a Comment