શનાળા રોડ ઉપર ભુદેવ સેલ્સ એજન્સીમાં એ ડિવિઝન પોલીસનો દરોડો
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ભુદેવ સેલ્સ એજન્સીમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ 30,500ની રોકડ રકમ જપ્ત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંઢ તથા મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે શનાળા રોડ ઉપર આવેલ ભુદેવ સેલ્સ એજન્સીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવે છે જેને પગલે પોલીસે સ્થાનિક જગ્યાએ દરોડો પાડતા સ્થળ ઉપરથી કામનભાઈ બીપીનચંદ્ર પંડ્યા રે. શ્રીજી સોસાયટી, કંડલા રોડ, નુરુદિનભાઈ નજરઅલી કચરાણી રે.ખોજા સોસાયટી, કંડલા બાયપાસ, શેષબહાદુર જંગબહાદુર સોનાર, રે.ચિત્રા સોસાયટી મોરબી, વિશાલભાઈ હરેન્દ્રભાઈ મહેતા રે.શ્રીજી સોસાયટી અને નિલેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા રે.કેનાલ રોડ મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને પોલીસે પટ માંથી રૂ.30,500 રોકડા કબજે કર્યા હતા. દરોડાની આ સફળ કામગીરી પો.ઇન્સ બી.પી.સોનારા, એ.એસ.આઇ જનકભાઇ પટેલ, પો.હેડકોન્સ.રામભાઇ મંઢ, પ્રફુલભાઇ પરમાર, મહાવીરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઇ મિયાત્રા, મનસુખભાઈ દેગામડીયા, પો.કોન્સ ભાનુભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા તથા સંજયભાઇ બાલાસરા તથા ભરતભાઇ હુંબલ વગેરેએ કરી હતી.
