• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં સેલ્સ એજન્સીમાં ચાલતા જુગાર ધામ પર એ ડિવિજન પોલીસ ત્રાટકી પાંચ પતા પ્રેમીની અટકાયત*

શનાળા રોડ ઉપર ભુદેવ સેલ્સ એજન્સીમાં એ ડિવિઝન પોલીસનો દરોડો

 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ભુદેવ સેલ્સ એજન્સીમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ 30,500ની રોકડ રકમ જપ્ત કરી હતી.

 

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંઢ તથા મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે શનાળા રોડ ઉપર આવેલ ભુદેવ સેલ્સ એજન્સીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવે છે જેને પગલે પોલીસે સ્થાનિક જગ્યાએ દરોડો પાડતા સ્થળ ઉપરથી કામનભાઈ બીપીનચંદ્ર પંડ્યા રે. શ્રીજી સોસાયટી, કંડલા રોડ, નુરુદિનભાઈ નજરઅલી કચરાણી રે.ખોજા સોસાયટી, કંડલા બાયપાસ, શેષબહાદુર જંગબહાદુર સોનાર, રે.ચિત્રા સોસાયટી મોરબી, વિશાલભાઈ હરેન્દ્રભાઈ મહેતા રે.શ્રીજી સોસાયટી અને નિલેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા રે.કેનાલ રોડ મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને પોલીસે પટ માંથી રૂ.30,500 રોકડા કબજે કર્યા હતા.                      દરોડાની આ સફળ કામગીરી પો.ઇન્સ બી.પી.સોનારા, એ.એસ.આઇ જનકભાઇ પટેલ, પો.હેડકોન્સ.રામભાઇ મંઢ, પ્રફુલભાઇ પરમાર, મહાવીરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઇ મિયાત્રા, મનસુખભાઈ દેગામડીયા, પો.કોન્સ ભાનુભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા તથા સંજયભાઇ બાલાસરા તથા ભરતભાઇ હુંબલ વગેરેએ કરી હતી.

Related posts

*રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન*

Hello Morbi

*આધારકાર્ડ થી લયને અનેક ગવર્મેન્ટ ની ઓન લાઈન કામગીરી કરતા શોયબ સુમરા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*સમગ્ર રાજ્યમાં ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષા અંતર્ગત તમામ વિધાથી ઓ ને નારી આવાજ ના તંત્રી એ આપી શુભેચ્છા*

Hello Morbi

Leave a Comment