• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના લીંબુડા ગામ ખાતે કોરોના ટેસ્ટ કરાયો*

આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે શ્રી રાજેશભાઈ વૈશ્નાણીના આર્થિક સહયોગથી covid-19 કોરોના ટેસ્ટિંગ માટે તેઓ તરફથી રેપિડ કીટ નંગ 200 તેમના તરફથી પૂરા પાડવામાંઆવેલ અને ગામના દુકાનદારો અને સાક બકાલા વાળા અને નાના બાળકો નો ટેસ્ટ કરવામાં આવેલ હતા. 200 કીટ ના ટેસ્ટ કરવાથી બે કેસ પોઝિટિવ આવ્યા હતા. અને કપડાના સુંદર મજાના માસ્કનું વિતરણ જામનગર જિલ્લા પંચાયતના આદરણીય પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ આ સમયે જિલ્લા પંચાયત જામનગર ના આદરણીય પ્રમુખશ્રી ધરમશીભાઈ એ covid-19 નો બીજો ડોઝ રસીકરણ લીંબુડા મા લીઘેલ ગ્રામજનોએ રેપિડ ટેસ્ટ કરાવવા માટેનો બહોળા પ્રમાણમાં લાભ લીધેલ અને પ્રથમ ડોઝ માં અને બીજા ડોઝમાં જે બાકી હતા તેમને રસીકરણ કરાવેલ શ્રી રાજેશભાઈ વૈશ્નાણી નો આ સમયે ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ આ સમયે શ્રી જે.એચ સોરઠીયા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને લીંબુડા ગામ ના સરપંચ શ્રી બીપીનભાઈ નાગપરા એપીએમસીના ડાયરેક્ટર શ્રી જીતુભાઈ ગાંભવા લીંબુડા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ યુવા આગેવાન શ્રી બીપીન ભાઈ સોરઠીયા રમેશભાઈ પનારા ગિરધરભાઈ નંદાસણા અને મનસુખભાઇ રામોલિયા ગ્રામજનો બહોળી સંખ્યામાં covid-19 ની ગાઈડલાઈન મુજબ સોશિયલ distance સાથે ઉપસ્થિત રહેલ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણાના પૂર્ણ સહયોગ થી fhw શ્રી કોમલબેન અને સુપરવાઇઝર શ્રી જગદીશભાઈ ભેંસદડીયા અને સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ આ કામગીરીની માનનીય પ્રમુખશ્રી જીલ્લા પંચાયત જામનગર દ્વારા પ્રશંસા કરવામાં આવી.

 

શરદ એમ.રાવલ હડિયાણા…

Related posts

*HELLO MORBI:વીરપરમાં ખુલ્લા ટ્રાન્સફોર્મર થી પીજીવીસીએલની બેદરકારી પશુઓના જીવ માટે જોખમી બની*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પો,સ્ટે તથા ચોટીલા પો,સ્ટે એમ બે અલગ-અલગ ખુંનના ગુન્હામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પરોલ ફ્લો સ્કોડની ટીમ*

editor

Leave a Comment