• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી જિલ્લાના ઈ-ધરા કેન્દ્ર, તથા 7/12 કઢાવવાની કામગીરી સત્વરે શરૂ કરવા મોરબી રેવન્યુ વકિલ મંડળની માંગ.

 

કોરોનાની બીજી લહેર વખતે સરકારશ્રી તરફથી લોકડાઉન કરવામાં આવ્યું. ત્યારથી એટલે કે છેલ્લા એક મહિનાથી મોરબી જિલ્લાના તમામ ઇ-ધરા કેન્દ્રોની ઓનલાઈન અરજી સિવાયની તમામ કામગીરી બંધ છે. તેમજ 7/12 કાઢવાની કામગીરી પણ બંધ છે. જે બાબતે તા. 31/5/2021 સુધી આ કામગીરી બંધ રહેવા કલેકટર કચેરી, મોરબી દ્વારા પરિપત્ર થયેલ છે. પરંતુ સબ રજીસ્ટાર કચેરીમાં 50% દસ્તાવેજની કામગીરીના નિર્ણયમાં હવે ફેરફાર કરી 100 ટકા દસ્તાવેજો થઈ શકશે તેવો નિર્ણય લેવાયો છે અને તા. 21/5/2021 થી વેપાર-ધંધા માટે પણ આંશિક છૂટ જાહેર થયેલ છે. પરંતુ ખેડૂતોને પાક ધિરાણ મેળવવામાં ના આ સમય ગાળામાં 7/12 મેળવવા માટે કચેરી બંધ હોય ખેડૂતોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજ થયા બાદ એન્ટ્રીની કામગીરી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ કલમ-54(ક) ની મંજૂરી બાદના વેચાણ દસ્તાવેજની એંટ્રી પડતી ન હોય બિનખેતી ન થવા ને લીધે ઉદ્યોગપતિઓ ના પ્રોજેક્ટ અટકી ગયેલ છે.

આથી ઇ-ધરા કેન્દ્રમાં તમામ અરજી સ્વીકારવાની અને 7/12 મળવાની કામગીરી વકીલો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને જાહેર જનતાના હિતમાં સત્વરે શરૂ કરવા જરૂરી પરિપત્ર કરવા રેવન્યુ બાર એસોસિએશન, મોરબી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર:નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું સન્માન સ્વાગત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં આયુષ હોસ્પિટલખાતે સૌપ્રથમ વખત ‘ પેન ફેશિયલ ફ્રેક્ચર ‘ માટે ચહેરા ની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી*

editor

*મૌલાના મોહમ્મદ કલીમ સિદ્દીકી અને અન્ય ઉલેમા સાહબો અને નિર્દોષ લોકોને તત્કાલ મુક્ત કરવા રજૂઆત સાથે દેખાવ પ્રદર્શન કરાયું!*

Hello Morbi

Leave a Comment