• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં માલિકીના પ્લોટ ઉપર કબ્જો કરનારા ત્રણ શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ*

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના માલિકીના પ્લોટ પર ત્રણ શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેથી કરીને પ્લોટના વૃદ્ધ માલિક દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમ હેઠળ ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના પંચાસર પાસે આવેલ શિવનગર ગામે રહેતા અને ખેતીકામ કરતા હીરાલાલ ગણેશભાઈ નેસડીયા જાતે પટેલ (ઉંમર ૫૯) નો મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર ૧ માં બ્લોક નંબર ૨૧ નો પ્લોટ આવેલો છે જેના ઉપર સુનિલ અમરશીભાઈ વરણીયા, નવઘણ અમરશીભાઈ વરાણીયા અને ભવાનભાઈ મંગાભાઈ વેસરા જાતે ભરવાડ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને આ પ્લોટનો કબજો તેઓ વપરાશ કરતા હતા જેથી કરીને જમીન પચાવી પાડવાના ગુના હેઠળ હાલમાં ભોગ બનેલા વૃદ્ધ હીરાલાલ નેસડીયા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે આ ગુનાની અંદર સુનિલ અમરશીભાઈ વરાણીયા (૩૬), નવઘણ અમરશીભાઈ વરાણીયા (૨૬) અને ભવનભાઈ મંગાભાઈ વેસરા જાતે ભરવાડ (૫૩) રહે, બધા જ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

*HELLO MORBI:ફળઝાડ વાવેતરમાં સહાય માટે* *૩૧ મે સુધીમાં અરજી કરવી*

editor

*HELLO MORBI: મોરબી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ચોરી કરનારા તસ્કર ગેંગ મુદ્દામાલ સહિત ગણતરીના દિવસોમાં જ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સકંજામાં*

Hello Morbi

*HELLO MORBI:દસ્તાવેજ નોંધણી અંગે શુ કહુ જાણીતા એડવોકેટ અંકિતભાઈ વાલેરા એ જાણો*

editor

Leave a Comment