• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના લીંબુડા ગામ ના વતની જેંતીલાલ સોરઠીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાય સંભારમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણાજોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની શ્રી જયંતીલાલ.એચ. સોરઠીયા તેઓ તારીખ 24 11 1986 ના રોજ તલાટી કમ મંત્રી તરીકે ની નોકરી માં જોઈન્ટ થયા હતા. પ્રમોશન લઇને વિસ્તરણ અધિકારી પંચાયત અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડીયા અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જોડીયા તરીકે દીર્ઘકાલીન સમય માટે પોતાની ફરજ બજાવેલ અને તા.31.07.2021 ના રોજ તેમની વય મર્યાદા ના કારણે નિવૃત થયા હતા.આ નિવૃત્તિ ના વિદાય કાર્યક્રમમા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષ સ્થાનેથી અને 77 જામનગર ગ્રામ્યના માનનીય ધારાસભ્ય શ્રી ના અતિથિવિશેષ તરીકે અને આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નાથાભાઈ સાવરીયા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ કારોબારી સમિતિના ચેરમેન શ્રી વલ્લભભાઈ ગોઠી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સી જોસનાબેન ભીમાણી તાલુકા પંચાયત જોડિયાના માજી પ્રમુખશ્રી જેઠાલાલ અઘેરા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ચંદ્રીકાબેન જેઠાલાલ શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત જામનગર ના ચેરમેન શ્રી. લગ્ધીરસિંહ જાડેજા શ્રી જગદીશ સિંહ ગોહિલ તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોંડલ તેમજજોડિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી કુમારી માધુરીબેન કે પટેલ અને જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયા અને શ્રી જીતેન્દ્રભાઈ ગાંભવા ડાયરેક્ટર શ્રી એ.પી.એમ.સી. જોડીયા અને શ્રી મનોજભાઈ ભીમાણી પ્રમુખશ્રી કોંગ્રેસ જોડિયા તાલુકો અને ધ્રોલ તાલુકા પંચાયત નો સ્ટાફ તાલુકા પંચાયત જોડિયા નો સ્ટાફ અને તલાટી કમ મંત્રી મંડળ જોડીયાની ઉપસ્થિતિમાં શ્રી જે.એચ સોરઠીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજાઈ ગયો આ પ્રસંગે શ્રી રાઘવજીભાઈ પટેલે અને શ્રી જેઠાલાલ અઘેરા એ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા વિકાસ અધિકારી કુમારી માધુરીબેન કે પટેલ દ્વારા સોરઠિયાની ફરજ નિષ્ઠા પ્રામાણિકતા અને રેવન્યુ તેમજ પંચાયત કામગીરીની ખૂબ જ પ્રશંસા કરેલ. નિવૃત થતા શ્રી સોરઠીયા તેમના પ્રતિભાવમાં ૩૫ વર્ષની નોકરી દરમિયાન નો અનુભવના નિચોડ ટૂંકમાં વર્ણવેલ. આ સમયે શ્રી સોરઠીયા નો ચાહક વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનાઉન્સર શ્રી આદ્રોજા સાહેબ દ્વારા સંપન્ન કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ડી..વી.જાડેજા અનેશ્રી મનીષભાઈ સોરઠીયા અને શ્રી કલ્પેશભાઈ કાનાણી ની આગેવાની હેઠળ સમગ્ર તલાટી કમ મંત્રી મંડળ જોડીયા અને તાલુકા પંચાયતના જોડીયા ના સ્ટાફ ના સહયોગથી પૂર્ણ કરવામાં આવેલ…..

 

Related posts

*ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના હોદેદારો ની નિમણુક કરાઇ*

Hello Morbi

*HELLO MORBI:છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*મોરબીમાં તમંચા સાથે એક ને ઝડપી પાડતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

Hello Morbi

Leave a Comment