• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો* 

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

 

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનશક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ટંકારા કન્યા શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના હસ્તે કરવામાં આવ્યું.

 

 

સવારે ૧૦:૦૦ કલાકે મહેમાનનું આગમન થયું. તરત જ તેમને ડાયસ ઉપર યોગ્ય સ્થાન આપી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી.

 

 

છતર પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી દ્વારા પધારેલ માનવંતા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવો પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ટંકારા તથા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, માજી સરપંચશ્રી, ટંકારા ગ્રામ પંચાયત તથા SMC ના પ્રમુખશ્રી હર્ષિદાબેન અજયભાઇ પટેલ, ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, હિંમતભાઇ ભાગીયા, CRC કો. ટંકારા, શાળાના આચાર્ય ભાગીયા ચેતન કે, ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય પરેશભાઇ દુબરીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

 

 

ત્યારબાદ મહાનુભાવો શ્રીમતી પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ટંકારા નું પુષ્પગુચ્છથી અમારી શાળાના મ.શિ., જશુબેન એસ. વિસોડીયા દ્વારા તથા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, માજી સરપંચશ્રી, ટંકારા ગ્રામ પંચાયત નું CRC કો. ટંકારા હિંમતલાલ ભાગીયા દ્વારા તેમજ કલ્પેશભાઈ ફેફરનું પરેશભાઈ દુબરીયા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.

 

 

બરોબર ૧૦:૧૫ કલાકે ટંકારા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ ફેફર દ્વારા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી તેમજ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજના દિવસે સમગ્ર રાજ્યમાં થઈ રહેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો વિશે જણાવીને પોતાનું પ્રવચન આપ્યું હતું.

ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સરકારશ્રી તરફથી સરકારી શાળાને અતિ ઉતમ બનાવવાની કામગીરી થઇ રહી છે. સરકારી શાળા પણ ડિઝીટલ બની રહી છે. ડિઝીટલ માધ્યમના ભાગ સ્વરૂપે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાળકોને ખુબ જ પસંદ પડે છે.

 

 

ત્યાર બાદ મુખ્ય મહેનાનશ્રી પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેમને હાલના ડિઝીટલ માધ્યમો વધારે પસંદગી પાત્ર હોય છે. તો સરકારશ્રી ના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપેલા છે. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકો વધુ સારી રીતે અને રસપુર્વક અભ્યાસ કરી શકે છે.

 

 

ત્યાર બાદ બરાબર ૧૦:૪૫ કલાકે મહાત્મા મંદિર ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા નિહાળવાનું હોય મહાનુભાવો તથા ગ્રામજનો, શાળાના ઉપસ્થિત બાળકો અને શાળાના શિક્ષક શ્રી એ બાયસેગ પ્રસારણ નિહાળવા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ રૂમમાં જ લ્હાવો લીધો.

 

ત્યાર બાદ શ્રી ટંકારા કન્યા શાળા ખાતે ઉપસ્થિત મહાનુભાવો શ્રીમતી પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

શાળાના આચાર્યશ્રી ભાગ્યા ચેતન કે. દ્વારા આભારવિધી કરવામાં આવી. છેલ્લે સૌ રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા અને આજના કાર્યક્રમની સમાપ્તિની ઘોષણા કરવામાં આવી

Related posts

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર: એસ ટી કર્મચારી ઓની પડતર માંગણી ને લઈને અમદાવાદ ખાતે શ્રમિક આક્રોશ રેલી યોજાશે*

editor

*મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર સ્નેહ મિલન* *કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment