• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્રારા નિર્માણાધિન રામધામ ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા અગ્રણી શ્રી જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા મા આવ્યુ*

વાંકાનેર લોહાણા સમાજ ના અગ્રણી, રઘુવંશી સાવજ માનનિય શ્રી જીતુભાઈ સોમાણી ની આગેવાની મા સમસ્ત રઘુવંશી સમાજ ની આસ્થા નુ પ્રતિક સમા *રામધામ* નુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીત નાઓ એ રામધાન ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા મા. શ્રી જીતુભાઈ સોમાણી નુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાન ના નિર્માણ મા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે મા.જીતુભાઈ સોમાણીએ રામધામ નુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાન નુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવા ની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યે ની આસ્થા ના પરિણામ સ્વરૂપ તાજેતર મા રામધામ માટે જગ્યા લેવા મા આવી છે તેમજ *રામધામ* ના નિર્માણ નુ કાર્ય પુરજોશ મા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિર ના આગેવાનો એ જીતુભાઈ ની પ્રતિભા ને આ તકે બિરદાવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*પૂજનીય સંતો,સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં કનુભાઈ આચાર્યના “હાસ્યાસવ ” પુસ્તકનું ડીસા ખાતે દબદબાભેર થયેલ વિમોચન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા બનેલ વણશોધાયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું*

editor

Leave a Comment