• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિરામિક ઉદ્યોગ ને બચાવવા મુખ્ય મંત્રી ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

પ્રતિ તા. ૨૭/૧૨/૨૦૨૧.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – મોરબી ના સિરામિક ઉદ્યોગ ને મૃતપાય થતો તો બચાવવા યોગ્ય કરવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી

 

જાય ભારત શાથ ઉઅપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમારા મોરબી માં ભારત નો સોથી મોટો તેમજ દુનિયા માં બીજા નંબરનો સિરામિક ઉદ્યોગ સ્વયંભુ વિકસાવેલો છે.

 

આ ઉધોગ દ્વારા ઘણા લોકો ભાગીદારી થી તેમજ ઘણા લોકો નોકરી દ્વારા તેમજ મજુરો મજુરી દ્વારા પોતાની રોજી રોતી રળી રહ્યા છે.

 

મોરબી ના સિરેમિક ઉધોગ ના કારણે અહી બીજી અન્ય બીઝનેશો જેવા કે ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ વગેરે પણ વિકસેલા છે.

 

આ ઉધોગ માં અન્ય રાજ્યો માંથી પણ લોકો પોતાની રોજીરોટી રળવા આવે છે. આમ આ ઉધોગ આશરે ત્રણ લાખ થી પણ વધારે મજુરો ને આજીવિકા રળવાનું સાધન બન્યો છે.

 

હાલ માં આ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં આવી ગયેલો છે. પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો, કન્ટેઈનર નો ભાવ વધારો. રો.મટીરીયલ્સ નો ભાવ વધારો ઈલેક્ટ્રીસીટી નો ભાવ વધારો અને હવે ગુજરાત સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા લાદવામાં આવેલ કમરતોડ ભાવ વધારાના કારણે આ ઉદ્યોગ ભાંગી પડેલ છે.

 

હાલમાં ૫૦% થી પણ વધારો યુનિટો બંધ છે. અને ચાલુ છે. તે પણ ૫૦% જ ઉત્પાદન લઇ શકે છે. આમ હાલમાં ૨૫% જ ઉત્પાદન છે. તેવું કહી શકાય.

 

ઘણા બધા યુવાનો તેમજ મજુરો એ પોતાની નોકરી અને રોજીરોટી ગુમાવેલ છે.

 

અંતરરાષ્ટ્રીય માર્કેટ માં પણ હવે મોરબી ની સિરામિક પ્રોડક્ટ ની પડતર ના થતી હોવાથી એક્સપોર્ટ પણ ઘટી જવા પામેલ છે. ડોમેસ્ટિક માર્કેટ માં પણ ભાવ વધારાના કારણે ડીમાંડ માં મોટા પાયે ઘટાડો આવેલ છે.

 

જો આવું જ ચાલશે તો આ ઉદ્યોગ પડી ભાગશે અને ઘણા ફેકટરી માલિકો બે. હાલ થશે મજુરો બેકાર થશે.

 

તો અમારી નીચે મુજબ ની માંગણી ઓ બાબતે જો આપ સાહેબ સકારાત્મક રીતે વિચારી ને યોગ્ય કરશો તો આ ઉદ્યોગ ને નવું જીવન મળશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.

 

(૧) ગેસ નો ભાવ વધારો બંધકરી ભાવો માં ઘટાડો કરો અને ગુજરાત સરકાર નો જે પણ ટેક્સ ગેસ પર હોય તે નાબુદ કરો.

 

(૨) કન્ટેઈનર ના ભાવ વધતા જે એક્ષ્પોર્ટ માં ઘટાડો આવેલ છે. તે એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે એક્ષ્પોર્ટ કરનાર યુનિટ ને કન્ટેઈનર ભાડા સામે સબસીડી આપો.

 

(૩) આંતરરાષ્ટ્રીય માર્કેટ માં અન્ય દેશ ની પ્રોડકસ સામે ભારતનો માલ ભાવની પેરીટી એ ટ્ક્કી શકે માટે ગુજરાત સરકાર માંથી એક્ષ્પોર્ટ કરનાર ને કરવેરા ના લાભો આપો.

 

(૪) જેમ પેટા ચુંટણી ના પરિણામ ની અસર થી પેટ્રોલ ડીઝલ ના ભાવો માં ભારત સરકારે ઘટાડો કરેલ છે.તેમ ગુજરાત સરકાર ગેસ ના ભાવમાં તેમજ ઇલેક્ટ્રિક ના યુનિટ ના ભાવ માં ઘટાડો કરે તેવું કરો.

 

(૫) વારંવાર ભાવ વધારો આવશે તેવા સમાચારો બંધ કરીને ઉદ્યોગકારો ને થતા માનસિક ત્રાસ માંથી બચાવો અને તેઓને હયાધારણા આપો કે હવે એક વર્ષ સુધી ભાવ વધારો નહિ થાય. અને તેવું આયોજનો કરો.

 

(૬) ડોમેસ્ટિક માર્કેટ માં વેચાણ વધે તે માટે ઉધોગ કરો ને કોઈ સ્કીમ લાવી ને પ્રોત્સાહન આપો.

 

(૭) મોટા ઉધોગપતિ ઓના દેવા માફ થાય છે. તેવી રીતે નબળા પડેલા યુનિટો ના દેવા માફ કરીને તે ફરીથી પોતાનો બિજનેશ ચાલુ કરીને શકે તેવી સ્કીમ લાવો.

 

 

ઉપરોક્ત બાબતે વહેલા સર યોગ્ય કરશો કારણે કે આ ઉદ્યોગકારો આપની સરકાર તેમજ આપ ના મંત્રી ઓ માટે ઘણું કરતા હોય છે. મોરબી માં આપ ના મંત્રી ના મોટા ભાગ ના બેનરો ના સોજન્ય માં સિરામિક ફેક્ટરી વાળાઓના જ હોય છે.

 

એક બે આગેવાનો ને પદો આપી જે સંતુષ્ઠ કરવાના બદલે આપ ઉધોગોને પ્રોત્સાહ ન આપી આ ઉધોગ ને બચાવવા યોગ્ય કરવા વિનતી.

 

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

 

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા

સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI NEWS: રાજકોટ:પડધરી:કોટક (લોહાણા) શશીકાંતભાઇ કોટક ઉ વર્ષ ૮૬ નુ દુઃખદ અવસાન*

editor

*HELLO MORBI: સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા બોટાદના પ્રવાસે આવી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું*

editor

*HELLO MORBI NEWS:351 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

Leave a Comment