• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે નવમા ગુરૂવારની પદયાત્રા તેમજ મહાઆરતીમાં ઉમટયા અસંખ્ય જલારામ ભકતો*

ઉતર ગુજરાતના અતિ પ્રખ્યાત સેવાધામ જલારામ મંદિર ડીસા ખાતે 3-2-2022 થી દર ગુરૂવારે સ્વનિવાસથી પદયાત્રા તેમજ મહાઆરતીનો શુભારંભ કરાયો છે.દર ગુરૂવારે ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો પોતપોતાના નિવાસસ્થાનથી ચાલતા જલારામ મંદિર ડીસા ખાતે આવી ખૂબ જ શ્રધ્ધાપૂર્વક મહાઆરતીમાં ભાગ લઈ ખીચડીનો પ્રસાદ આરોગે છે.પૂજ્ય જલારામ બાપા ઉપરની અતૂટ શ્રધ્ધા અને વિશ્ર્વાસને લીધે અનેક ભકતોને સુખ, શાંતિ અને પ્રગતિનો પણ અહેસાસ થયો છે.

તારીખ 31-3-2022 નવમા ગુરૂવારે અસંખ્ય જલારામ ભકતો સ્વનિવાસથી પદયાત્રા કરીને જલારામ મંદિરે આવ્યા હતા અને મહાઆરતીમાં જોડાઈને ભકિત અને આનંદની લાગણી અનુભવી હતી.

જલારામ મંદિર ડીસા ખાતે વ્યવસ્થા તેમજ આયોજનમાં સર્વ શારદાબેન આચાર્ય, આર.ડી.ઠકકર, કમલેશભાઈ રાચ્છ, મહેશભાઈ ઉડેચા,અમરતમામા,શશીકાંતભાઈ ડી.ઠકકર,દીલીપભાઈ રતાણી ભગવાનભાઈ બંધુ સહિતના જલારામ સેવકો જોડાયા હતા.

ડીસા નગરનો સમગ્ર સનાતન હિંદુ સમાજ દર ગુરૂવારે મોટી સંખ્યામાં દર્શનાર્થે જલારામ મંદિરે પધારતો હોઈ અદભૂત આધ્યાત્મિક તેમજ સેવાકીય વાતાવરણનો નજારો જોવા મળે છે.

Related posts

*ડીસામાં 200 મા ગુરૂવારે રંગેચંગે યોજાયો જલારામ બાપાનો ભજન સત્સંગ કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના નવીપીપળી ગામે રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*જલારામ બાપા ના આશીર્વાદ પામવા પદ યાત્રા યોજાશે*

Hello Morbi

Leave a Comment