• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા શાસ્ત્રીજી ગૌશાળા ખાતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયાં ભજન* 

મૂળ ઉત્તરપ્રદેશના પરંતુ ગુજરાતના અતિ પવિત્ર એવા ડીસા નગરમાં આવી જેમણે આજીવન ગૌસેવા માટે તપ,ત્યાગ,સમર્પણ અને સાધના કરી એવા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની દિવ્ય તપોભૂમિ શાસ્ત્રીજી ગૌશાળા ખાતે વૈશાખ મહિનાની અજવાળી બીજ ને સોમવારે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ભજનોની રમઝટ જમાવવામાં આવી હતી.

સૌ માટે બાજરીના રોટલા,કઢી,શાક,ખીચડી,ઘી,ગોળ,છાસના પ્રસાદની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી.ઉપસ્થિત સૌ કોઈએ ગૌશાળામાં યોગદાન આપ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,સંજયભાઈ બારોટ, દેવચંદભાઈ એન.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,તારાચંદભાઈ ડી.મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ, શશીકાંતભાઈ ડી.ઠકકર,મિલન અખાણી,મહેશભાઈ ઉદેચા,આર.ડી.ઠકકર,ભરતભાઈ ભાવિકવાળા,નરેશભાઈ આચાર્ય,સુભાષભાઈ ઠકકર, રાજેન્દ્રભાઈ વકીલ,રાજેશભાઈ લીંબાચીયા,દીલીપભાઈ રતાણી,ભરતભાઈ હિંમતલાલ ગોકલાણી,વિનોદભાઈ આચાર્ય, શિલ્પાબેન ઠકકર, જ્યોતિબેન ઠકકર,બીનાબેન એ.ઠકકર, હંસાબેન જીવરાણી,બબીબેન રાચ્છ,શીતલબેન તલાટી સહિત અનેક જલારામ ભકતો તેમજ ગૌભકતોએ ખાસ હાજરી આપી ભજનો ગાઈ-ગવડાવીને મોજ કરાવી હતી.તમામ ભાવિક ભક્તોએ પરમાત્માના ગવાતા ગુણગાન ઉપર નૃત્ય કરી હળવાશ અનુભવી હતી.થાળ,આરતી,ભજન પ્રસાદ નો સૌએ લાભ લીધો હતો.જેઠ સુદ બીજના ભજન માટેના ભોજન પ્રસાદ ખર્ચ પેટે રૂપિયા 5100/- ખૂબ જ દિલદાર અને ઉદાર ગૌપ્રેમી તારાચંદભાઈ દીપચંદભાઈ મજેઠીયાએ જાહેર કર્યા હતા.સૌ પ્રત્યે આભાર તેમજ ૠણ સ્વિકારની લાગણી ભગવાનભાઈ બંધુએ વ્યક્ત કરી હતી.

Related posts

*આમરણ જીવાપર ના સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ કોરોના રસી મુકાવી*

Hello Morbi

*HELLO MORBI NEWS: કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના ટંકારા ખાતે આગામી તા.૨૮ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

Leave a Comment