• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નડિયાદ સંતઅન્ના સ્કૂલના વિદ્યાર્થી હસ્સાન બેગ મિરઝા એ ખેલ મહાકુંભમા રાજ્ય કક્ષાએ બોન્ઝ મેડલ મેળવી સાક્ષર નગરી નડિયાદનું ગૌરવ વધાયું!!!*

 

નડિયાદ: સફળતા કોઈનો ઈજારો નથી ખૂબ નાની ઉંમરે કઠોર પરિશ્રમ કરી રાજ્ય કક્ષા સુધી પહોંચવું એ કોઈ નાની અમથી વાત નથી પરિશ્રમ એજ પારસમણિ છે. ના સૂત્રને સાર્થક કરતો સાક્ષર નગરી નડિયાદના પ્રસિધ્ધ યુવા ધારાશાસ્ત્રી તોફિકબેગ મિરઝા નો પુત્ર હસ્સાન બેગ મિરઝા એ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તા.૧૫.૦૫.૨૦૨૨ ના રોજ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ કરાટે કોમ્પિટિશનનું નડિયાદ સ્પોર્ટ કોમ્પેક્ષ માં આયોજન કરવામાં આવ્યું હોય જેમાં હસ્સાન બેગ મિરઝા એ બોન્ઝ મેડલ મેળવી નડિયાદ શહેરની સાથે સમગ્ર ખેડા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

 

કહેવાય છે કે પ્રોત્સાહન વિના પરિશ્રમ પાંગળુ હોય છે હસ્સાન બેગ મિરઝા ની આ પ્રસિદ્ધિમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન તેમનાં પ્રાધ્યાપક સંજયભાઈ તેમજ આર કે માર્સલ આર્ટના રશ્મિનભાઈ પટેલ ની સાથે દરેક ક્ષેત્રે પ્રોત્સાહન બળ પુરુ પાડનાર તેમના વાલી મંડળ તેમજ પરિવાર જનો ની સાથે સમગ્ર મિત્ર વર્તુળ ને ખરો શ્રેય જાય છે. તેવીજ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરી પોતાનાં ઘર પરિવાર તેમજ સમાજની સાથે નડિયાદ શહેર ખેડા જિલ્લા અને ગુજરાત રાજ્ય તેમજ દેશનું નામ વિશ્વ કક્ષાએ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવવામાં સહભાગી બને તેવી શુભેચ્છા સામાજિક કાર્યકર શકીલ સંધી એ પાઠવી છે.

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શ્રી કાનજીભાઈ પરસોતમભાઈ હોથી પરિવાર ના સહયોગ થી સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

Leave a Comment