• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉનાના ભીંગરણ અને કોબ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

સમગ્ર ગુજરાત રાજ્યમાં ગત રોજ ગુરૂવાર થીં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે શાળા પ્રવેશોત્સવ નાં બીજા દિવસે ઉના તાલુકાની ભીંગરણ તેમજ કોબ ગામની પ્રાથમિક શાળામાં રાજ્યકક્ષાના પદાધિકારી આઈ.ડી ચૌધરી ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે જિલ્લા પંચાયત નાં સદસ્ય લખમણભાઇ બાંભણીયા એ શાળા પ્રવેશ લંઇ રહેલા તમામ બાળકોને આવકારી ને જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલ નાં દેશનું ભવિષ્ય છે અને આ બાબતે ગુજરાત સરકાર સતત સંવેદનશીલ છે.ભણવાની ઉંમરમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ એ બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી હતી.

આ પ્રસંગે શિક્ષણ વિભાગ નાં સી આર સી મકવાણા દિનેશભાઇ જિલ્લા પંચાયત નાં સદસ્ય,તાલુકા પંચાયતનાં સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ ઓ શિક્ષણ વિભાગના કર્મચારીઓ શાળાનાં આચાર્ય, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:શિક્ષણ સિધ્ધિ અનુસંધાને ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ

Hello Morbi

*HELLO MORBI:રાજકોટ ખાતે કાળઝાળ ગરમી ના માહોલમાં પરિવારથી વિખુટા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસે શોધી આપ્યા!!!*

editor

Leave a Comment