• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અષાઢી બીજ-કચ્છી નૂતનવર્ષની સૌ કચ્છીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*  

……

*કચ્છની સર્વાંગી વિકાસયાત્રા વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામના મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી*

…………………

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અને ગુજરાત બહાર દેશ-વિદેશમાં વસતા સૌ કચ્છી નાગરિકોને અષાઢી બીજ કચ્છી નૂતનવર્ષની હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે*

.

*મુખ્યમંત્રીશ્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે*

*કચ્છ જેવો એક સમયે અછતગ્રસ્ત ગણાતો પ્રદેશ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે*.

*એટલું જ નહિ, હાઇબ્રીડ એનર્જી પાર્ક અને અનેક ઉદ્યોગો સાથે કચ્છ વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે તે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નૂતન વર્ષના આ અવસરે વ્યકત કરી છે*

___________

સીએમપીઆરઓ/અરૂણ… ………

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડિયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:11 ડિસેમ્બરે ઉતર ગુજરાત લોહાણા સમાજના અગ્રણી તેમજ સામાજિક કાર્યકર ભગવાનભાઈ બંધુ નો 65 મો જનમદિવસ*

editor

*HELLO MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન*

editor

Leave a Comment