• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન*

…………..

*મુખ્યમંત્રીશ્રીએ ડિઝાસ્ટર પ્રિપેડનેશ અંગે વહીવટી તંત્રની કામગીરી-આગોતરા પગલાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી-માર્ગદર્શન આપ્યુ*

——————-

-: *મહેસૂલ મંત્રી-ગૃહ રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતી* :-

……

 *રાજ્યમાં NDRFની ૯ અને SDRFની ૧ ટીમ તૈનાત કરવામાં આવી છે*

 *રાજ્યના ર૦૬ જળાશયોમાં ૧.૮૯ લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ અને વોર્નિંગ પર ૧-૧ જળાશય*

……………

*કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે*.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી*.

*મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા ર૪ કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી*.

*તદઅનુસાર, રાહત કમિશનરશ્રીએ વિગતો આપતાં કહ્યું કે, ગત ૨૪ કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં ૧૬૮ મી.મી અને કોડીનાર તાલુકામાં ૧૫૯ મી.મી વરસાદ નોઘાયેલ છે*.

*દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૫૩ મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં ૧૧૯ મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં ૧૪૫ મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે*.

*હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તા.૦૭/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે*.

*ગીર સોમનાથ,જુનાગઢ ,દેવભુમી ઘ્વારાકા,સુરત,નવસારી ,વલસાડ,પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યમંત્રીશ્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી*.

*હાલ રાજયમાં NDRF ની ૯ ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથ-૧, નવસારી-૧, બનાસકાંઠા-૧, રાજકોટ-૨, વલસાડ-૧,સુરત-૧,ભાવનગર-૧, કચ્છ -૧ માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની ૧- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી*

.

 

*મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં હાલ સિચાઇ તેમજ પીવાના પાણી સંબંઘે ૫રીસ્થિતિ અન્વયે કરેલી સમીક્ષામાં જણાવાયું હતું કે, હાલ સરદાર સરોવર જળાશયમાં ૧૪૩૯૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. તે કુલ સંગ્રહ શકિતના ૪૩.૦૮ % છે*

.

*એટલું જ નહિ, રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૯,૩૪૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૯૨% છે*

.

*હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર ૦૧ જળાશય, એલર્ટ ૫ર ૦૧ જળાશય તેમજ વોર્નીગ ૫ર ૦૧ જળાશય છે*.

*રાજયમાં હાલના ચોમાસુ અન્વયે ચાલુ વર્ષે અંદાજીત ૩૦,૨૦,૬૧૬ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૦૪/૦૭/૨૦૨૨ સુધીમાં થયેલ છે. તેની વિગતો કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી*.

*ગુજરાત પ્રદેશના હવામાન વિભાગના નિયામક સુશ્રી મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં જે વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવનાઓ છે તેની પણ વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી*.

*આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાની તેમજ કૃષિ-સહકાર, અન્ન-નાગરિક પુરવઠો, સિંચાઇ, માર્ગ-મકાન, શહેરી વિકાસ તથા GSDMA, NDRFના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા*

.

______

સીએમપીઆરઓ/અરૂણ… ……..

Related posts

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

Hello Morbi

*ખંભાતમાં સૌપ્રથમ વખત મહોરમ શરીફ અને ગણતંત્ર દિન નિમિત્તે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં શેરીમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટતેમજ ટ્રેકશૂટનું વિતરણ કરાયું*

editor

Leave a Comment