• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર વિસ્તારમાં રૂ.૨,૩૮,૦૦૦/- ના મત્તાની લુંટ કરનાર આરોપીઓને લુંટના તમામ મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

તા.૦૪/૦૭/૨૦૧૨ ના રાત્રીના કલાક ૨૩/૫૦ વાગ્યે વેરાવળ-કોડીનાર હાઇવે રોડ ન્યુએરા ટોકીઝ પાસે અમુક અજાણ્યા માણસોએ ફરીયાદી કોમલભાઇ વેલજીભાઇ કોટીયા ખારવા રહે વણાકબારા દિવવાળાની KTM કંપની ની RC-200 મોડલની મોટરસાયકલ જેની કિ.રૂ.૨,૩૭,૦૦૦/- તથા રોકડા રૂ.૧૦૦૦/- ની લુટ કરી ગાળો દઇ મારમારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ. જે બાબતે કોડીનાર પો.સ્ટે.માં લુંટનો ગુન્હો દાખલ કરવામાં આવેલ,

જે અનુસંધાને જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબનાઓએ આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સુચના આપતા,

એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સ. કે.જે.ચૌહાણ તથા પો.સ્ટાફના માણસો સાથે આ ગુનાના આરોપીઓ પકડી પાડવા માટે જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સદર થયેલ લુટ બાબતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે તાલાલાના માધુપુર ચોકડી પાસેથી ત્રણ અજાણ્યા ઇસમો નંબર વગરની મો.સા. પર પસાર થતા તેને તુરત જ રોકી પુછપરછ કરતા અને મો.સા. જોતા KTM કંપની ની RC-200 મોડલની મોટરસાયકલ હોય અને આ મો.સા. કર્યાથી લઇ આવેલ જે બાબતે કાંઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ ઇસમોની સઘન અને આકરી પુછપરછ કરતા તેઓ આ મો.સા.ની વેરાવળ – કોડીનાર હાઇવે રોડ ન્યુએરા ટોકીઝ પાસેથી લુંટ કરી નાશી ગયેલની કબુલાત આપતા ધોરણસર અટક કરી સદરહું આરોપીઓ (૧) સાગર સન/ઓફ કાનજીભાઇ કાળાભાઇ ચાવડા જાતે અનુજાતી, રહે ૫૧૨ કવાટર્સ કોડીનાર (૨) નદિમશા સન / ઓફ બાપુશા ઉંમરશા બાનવા રહે કોડીનાર ઉના જાપા ઝુપડી પટી વાળા (૩)

રૂત્વીકભાઇ સન/ઓફ મુળજીભાઇ અરજણભાઇ ચુડાસમા જાતે કોળી રહે કોડીનાર ઉના રોડ વાઘેશ્વરી સોસાયટી વાળાઓને ધોરણસર અટક કરી કોડીનાર પો.સ્ટે. સદર ગુનાના કામે સોપી આપેલ છે.

કામગીરી કરનાર :- પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા, કોડીનાર પો.સ્ટે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. લતાબેન પરમાર, મેસુરભાઇ વરૂ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, તથા પો.હેડ.કોન્સ. શૈલેષભાઇ ડોડીયા નરેન્દ્રભાઇ પટાટ, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, ભાવેશભાઇ મોરી, દેવીબેન રામ, તથા પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી, સંદિપસીંહ ઝણકાટ તથા ડ્રા.હેડ કોન્સ વિરાભાઇ ચાંડેરા, ગોપાલ મકવાણા, કોડીનાર પો.સ્ટે.ના એ.એસ.આઇ. વી.વી.પરમાર, હેડ કોન્સ. ડી.ડી.બારડ, પો.કોન્સ. દિનેશભાઇ કાનાભાઇ, જગદિશભાઇ રામસિંગભાઇ, કૃપાલસિંહ અતુલસિંહ, નંદિશભાઇ જેસીંગભાઇ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

US House of Representatives passes Trump-backed coronavirus relief package

Admin

*મોરબી નગરપાલિકા ની પ્રિ-મોન્સુન ની કામગીરી ના પ્રથમ વરસાદે જ લીરે લીરા ઉડિયા : મહેશ રાજ્યગુરૂ મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Hello Morbi

Leave a Comment