• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના મહેન્દ્રનગર ના ધાયડી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીના નિકાલ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાબરવા*

પ્રતિ, તા. ૧૨/૦૭/૨૦૨૨.

મુખ્ય મંત્રી શ્રી. ભુપેદ્ન્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – મોરબી જીલ્લા ના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ માં આવેલ ધાયડી તરીકે ઓળખાતા વિસ્તાર માં વરસાદ ના પાણી ના નિકાલ ની વ્યવસ્થા કરવા બાબત.

 

સંદર્ભ – આ અગાઉનો આજ બાબત નો અમારો પત્ર.

 

મહેરબાન સહેબ શ્રી

 

જય ભારત સાથ ઉપરોક્ત વિષય તેમજ સંદર્ભ અન્વયે સવિનય જણાવવાનું કે અમારો આપ શ્રી ને આ અગાઉ ઉપર ના પશ્ને ચોમાસા પહેલા યોગ્ય વ્યવસ્થા કરવા જણાવેલ હતું .

 

પરંતુ આપની સુચના આપવા છતા પણ આપનું આ નિર્ભર તંત્ર એ કોઈ જ જાતની કાર્યવાહી કરેલ ન હોવાથી આજે ફક્ત પાંચ ઈચ વરસાર માં પણ પાણી ના તળાવો ભરેલા છે. જો અન્ય જીલ્લા મુજબ જો ૧૨ ઈચ, ૧૫ ઈચ, કે ૧૮ ઈચ વરસાદ થાય તો આ વિસ્સ્તર નું શું?. થાય .

 

અમારી જાણ માં આવેલ છે કે આ વરસાદ ના પાણી તેમજ ગટર વ્યવસ્થા માટે આ ગામને ગ્રાન્ટ ફાળવવામાં માટેનો લેટર આપવામાં આવેલ પરંતુ કોઈ કારણો સર આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. એટલે કે લોકો ને મુર્ખ બનાવવા માં આવેલ છે.

 

મોરબી ના ધારા સભ્ય અને આપની સરકાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજા પણ આ બાબતે નીરસ છે. તો અમારી માંગણી છે કે તાત્કાલિક ના ધોરણે આ લોકોના વરસાદ ના પાણી ના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

 

જો આવું નહિ કરવામાં આવે તો સ્થાનિક રહેવાસી ઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મ આપવાની અમોને ફરજ પડશે.

 

તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનતી.

 

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા

સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

હેડિંગ : *જોડિયા તાલુકાની શ્રી પડાણા પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજવામાં આવ્યો.*

Hello Morbi

*મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરી માં ભાજપ નાં જોડાયા.*

Hello Morbi

*મોરબી જીલ્લા ભાજપના અનુસુચિત જાતી મોરચાના હોદેદારોની નિમણુક કરાઈ*

Hello Morbi

Leave a Comment