• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ભાજપ દ્વારા કાલે ગુરુવારે રસીકરણ કેમ્પ યોજાશે સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ વકસીન લેશે*

મોરબી : આવતીકાલે તા.8 ના રોજ કોવિડ વેકસીનેશન અંગે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાની હેઠળ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આવતીકાલે સવારે 9 વાગ્યે કંડલા બાયપાસ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સતવારા સમાજની વાડી ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના હોદેદારો તેમજ શહેર ભાજપના હોદેદારો અને ચૂંટાયેલા કાઉન્સિલરોની હાજરીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા રસીકરણ કરાવશે.                              રસીકરણ બાદ તેઓ સવારે 10 કલાકે નવગામ સતવારા સમાજની વાડી, રામજી મંદિરની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે સર્વે આગેવાનો સાથે પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે.તેમજ સવારે 10-30 કલાકે બોરીયાપાટી, રામજી મંદિર લીલાપર કેનાલ રોડ ખાતે પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રની.મુલાકાત લેશે. તેમ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી દામોદરભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જીતેન્દ્રપાન વારી દુકાનનો ઉપરનો ભાગ મેન્યુલી રીતે (હાથથી) પાડવા કોર્ટનો હુકમ:*

editor

*ઉમાં વીઘા સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment