• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*”માનવ સેવા એજ જીવન-મંત્ર” મુકેશભાઇ મેરજાનાં જન્મદિવસે*    

સમસ્ત પાટીદાર સમાજ, માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, “બા” નું ઘર વૃધ્ધાશ્રમ, અને અખીલ ભારતીય ક્રુમી ક્ષત્રિય પાટીદાર મહાસભા, ધી ટેકનિકલ એસોસિયેશન ઓફ ગુજરાત, ના પ્રમુખ મુકેશભાઇ મેરજાના જન્મદિવસ (10.September) પ્રેરણારૂપ “દરિદ્રનારાયણ છપ્પન-ભોગ” દ્વારા સેવાકીય ઉજવણી “બા” નું ધર મહિલા વૃધ્ધાશ્રમ ખાતે કરી સમાજને એક નવો રાહ,

છપ્પન-ભોગ લોકો ફક્ત ભગવાનને જ ધરાવવામાં આવે છે. જે બાબતે મુકેશભાઈ મેરજાએ નવી વિચારધારા અંગે જણાવ્યું હતું આ ચોથો પ્રયત્ન છે. પ્રથમ વર્ષે આ પ્રયત્ન ઝૂપડ-પટ્ટીમાં મિત્ર વર્તુળ સાથે 560 લોકોને ફૂલ થાળી પીરશી જેમાં 56 આઇટમો સાથે ભોજન કરાવી દરેકને દક્ષીણા આપી આનંદ ઉલ્લાસ સાથે ઉજવેલ હતો, આ છપ્પન-ભોગના નવતર વિચારમાં મંદિરમાં જેમ ભોગ ધરીએ તેવી રીતે “આત્મા એજ પરમાત્મા” ને સાર્થક કરવા જરુરીયાતમંદો માટે પણ છપ્પન-ભોગનું આયોજન કરી દરેકને ભેટ આપવામાં આવે છે. મુકેશભાઇ મેરજા ના આ વખતના જન્મ દિવશે છપ્પન-ભોગ માનવ મંદિર જેવા “બા” નું ઘર વૃધ્ધાશ્રમના આશ્રીતોને આખો દિવશ જમાડી સાથે વસ્ત્રદાન કરી અને બા નું ઘર વૃધ્ધાશ્રમના એક માતાને એક વર્ષ માટે દતક લઈ તે માતાનો એક વર્ષનો સંપૂર્ણ ખર્ચ રૂ. 60000/- આપી પ્રેરણાત્મક ઉજવણી કરી સમાજને નવો રાહ બતાવી ઉજવશે સાથે દક્ષિણામાં સ્નેહભીની ભેટ આપી, કુટુંબ પ્રેમ દ્વારા તેમની સાથે સમયગાળી અને સાથે હેલ્થ કેમ્પ યોજી જરૂરી દવાઓ આપી “અનોખી જન્મદિવશ ની ઉજવણી” સાદગીથી કરી સાથે સાથે તમામને નિ:શુલ્ક યુ.એસ.એ.ની મલ્ટી વિટામીન આપવામાં આવશે, મુકેશભાઈ મેરજા મો- ૯૪૨૬૭૩૭૨૭૩,

આ સેવાકાર્યના સહભાગી એવા તેમના ધર્મપત્ની વિભાબેન મેરજા, અને સેવાટીમના ગીતાબેન પટેલ, નાથાંભાઇ કાલરીયા, જિવનભાઈ ગોવાણી ડો.વી.એન.પટેલ, મનસુખભાઈ હીન્સુ, મનહરભાઇ મેરજા, શ્યામ જોબનપુત્રા, બલવંત મેરજા, ભૂપત ભાણવડીયા વગેરે આવી સેવા પ્રવૃતિઓમાં જહેમત ઉઠાવી રહ્યા છે. હાલમાં ઑક્સીજન સિલિન્ડર, ઑક્સીજન કોન્સનટ્રેશન મશીન, કોરોના માટે જરૂરી વસ્તુઓ માસ્ક, સેનીટાઈજાર, કપૂર ગોળી, દવાઓ, ઉકાળા, જેવી તમામ વસ્તુઓ, કોરોના-ફ્રી આરો વોટર ફિલ્ટરનું વિતરણ કરવામાં આવે છે. હરતું ફરતું દવાખાનું, ફ્રી મેરેજ બ્યૂરો, સમાધાન પંચ, ગરીબ પરીવારની દીકરીઓના સાદાયથી લગ્ન કરાવી આપવામાં આવે છે. આવી સેવાના લાભ લેવા કે મદદરૂપ થવા સંપર્ક : માનવ કલ્યાણ મંડળ, 3-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ. રોડ રાજકોટ, કોન્ટેક્ટ નંબર 8320509203

Related posts

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન*

editor

*વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગ બન્યા ગાબડા ધારી: વાહનચાલકો પર અકસ્માતોનો ભય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નાનારામપર સેવા સહકારી મંડળી ના હોદેદારોની સર્વાનુમતે વરણી*

editor

Leave a Comment