• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં લાપતા કે ગુમ થયેલ વ્યક્તિના સમાચારો તંત્ર સાથે ખરાય સંકલન બાદ જ પ્રસિદ્ધ કરવા મોરબી જિલ્લા પોલીસવડા નો અનુરોધ*

મોરબી : તા ૨ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના પછી એક જાણીતા દૈનિક અખબારમાં બોટાદનો વતની યુવાન લાપતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયેલા અને આ બાબતે મોરબી પોલીસે તપાસ કરતા યુવાન તેમના વતનમાં હેમખેમ હોવાનું બહાર આવ્યું છે અને આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરાવનારની પણ પોલીસે પૂછપરછ કરી છે.

 

અખબારમાં જયદેવસિંહ ઉર્ફે ખોડુભા ધર્મેન્દ્રસિંહ વાળા રહે. નિંદાળા, તા. ગઢડા, જિલ્લો બોટાદ વાળો યુવાન મોરબી પુલ ઉપર ફરવા આવ્યા બાદ લાપતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે બાબતે મોરબી પોલીસે તપાસ કરતા આ યુવાન તેમના વતનમાં સલામત હોવાનું બહાર આવ્યું હતું.

બીજી તરફ આ સમાચાર મોરબીના શક્તિસિંહ વાળાએ પ્રસિદ્ધ કરાવ્યા હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે આ યુવકની પૂછપરછ કરતા સમાચાર ખોટા છપાવ્યા હોવાની કબૂલાત આપી હતી.

 

આ સંજોગોમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મીડિયા, પત્રકારોને ઝૂલતા પુલ દુર્ઘટનામાં લાપતા, ગુમ થયેલ વ્યક્તિ અંગેના સમાચારો તંત્ર સાથે ખરાઈ સંકલન બાદ જ પ્રસિદ્ધ કરવા અનુરોધ કરાયો છે.

Related posts

*HELLO MORBI:બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાયેલી જેમા જામનગર નો યુવાન ઝબકિયો*

editor

*HELLO MORBI:સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

Leave a Comment