• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા સુપર સીટ કરવા શહેરી વિકાસ વિભાગ ને પત્ર પાઠવી રજૂઆત કરતા જાગૃત મહિલા નાગરિક અલ્પાબેન કકકડ*

અલ્પાબેન અજયભાઈ કક્કડ

શ્રધ્ધા પાર્ક,

સેઈન્ટ મેરી સ્કુલ પાસે,

નવલખી રોડ,

મોરબી.

તા.૪-૧૧-૨૦૨૨

 

 

પ્રતિ શ્રી,

મુખ્ય સચિવ,

શહેરી વિકાસ વિભાગ,

ગુજરાત રાજ્ય,

બ્લોક નં.૧૪, ૯મો માળ,

નવુ સચિવાલય,

ગાંધીનગર-૩૮૨૦૧૦

 

 

વિષયઃ મોરબી જુલતા પુલ દુર્ઘટના માં મોરબી નગરપાલીકા ના સતાધિશો જવાબદાર હોય મોરબી નગરપાલીકા ને સુપરસીડ કરવા બાબત…

 

માનનિય સાહેબ શ્રી,

અત્યંત દુઃખ સાથ જણાવવા નું કે ગત તા.૩૦-૧૦-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે મચ્છુ નદી પર આવેલ જુલતોપુલ તુટ્યો જેમાં સરકારી આંકડા મુજબ ૧૩૪ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ કરૂણાંતિકા ના પડધા સમગ્ર વિશ્વ માં પડ્યા છે. સમગ્ર વિશ્વ શોકમગ્ન બન્યુ છે ત્યારે મૃતકો ને ન્યાય મળે તેમજ દીવંગત આત્મા ને શાંતિ મળે તે માટે જવાબદાર લોકો સામે તાત્કાલીક પગલા લેવા અનિવાર્ય છે.

મોરબી જુલતા પુલ દુર્ઘટના માં મોરબી નગરપાલીકા ના સતાધીશો સીધા જવાબદાર છે. નગરપાલીકા દ્વારા ઓરેવા કંપની ને જુલતા પુલ રીનોવેશન તેમજ સંચાલન ની પરવાનગી આપવા માં આવી જે પરવાનગી માં કાયદા ની જોગવાઈઓનુ ઉલંઘન થયુ છે. નગરપાલીકા ના જનરલ બોર્ડ માં આ અંગે કોઈ ઠરાવ કરવા માં આવ્યો નથી, માત્ર ત્રણસો રૂપિયા ના સ્ટેમ્પ પર કરાર કરવા માં આવ્યો છે જે કાયદાની વિરૂધ્ધ છે. નગરપાલીકા ના રોજકામ માં આ કરાર અંગે સામાન્ય સભા માં ઠરાવ કરવા માં આવશે તે બાબત નો ઉલ્લેખ છે તેમા નગરપાલીકા ના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટી ના ચેરમેન તેમજ ચીફઓફીસર ની સહી છે પરંતુ તેમના દ્વારા કાયદા ની નિયત પ્રક્રિયા નુ પાલન કર્યા વગર જ કરાર કરવા માં આવ્યો છે. તે દ્રષ્ટિએ પાલિકા ના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે તે સાબિત થાય છે. જુલતા પુલ રીનોવેશન બાદ પાલીકા પાસે વેરીફીકેશન સર્ટીફિકેટ કે એન.ઓ.સી. લીધા વગર ઓરેવા કંપની એ લોકો માટે જુલતોપુલ ખુલ્લો મુકી દીધેલ છે તેવુ નગરપાલીકા ના સતાધિશો નુ કહેવુ છે તેમ છતાં પાલીકા દ્વારા આ બાબતે કોઈ પગલા લેવા માં આવ્યા નથી તેમજ જુલતો પુલ ના લોકો દ્વારા ઉપયોગ ને અટકાવવા માં આવ્યો નથી જે પાલીકા નાં સતાધીશો ની સીધી બેદરકારી સુચવે છે. ઓરેવા કંપની નાં એમ.ડી. જયસુખભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફોરન્સ યોજી જુલતાપુલ નુ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ હતુ. સમગ્ર ગુજરાત ના લોકો ને માહિતી હતી કે મોરબી નો જુલતોપુલ ખુલ્લો મુકાયો છે પરંતુ પાલીકા નાં સતાધીશો એવુ રટણ રટે છે કે અમને જાણ જ નથી. શું બિનઅધિકૃત ઉપયોગ અટકાવવા ની જવાબદારી પાલીકા ની નથી? લોકો ની સલામતી અને સુરક્ષા ની જવાબદારી પાલીકા ની નથી?

તાજેતર માં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી જીલ્લા ની વાંકાનેર નગરપાલીકા પાલીકા ના સતાધીશો એ સતા નો દુરઉપયોગ કર્યો છે તે કારણ આપી વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરવા માં આવી છે. તો જુલતા પુલ અંગે મોરબી નગરપાલીકા ના સતાધીશો એ પણ સતા નો દુરઉપયોગ કર્યો છે. કાયદા ની કલમો નુ ઉલંઘન કર્યુ છે તેમજ ફરજ માં બેદરકારી દાખવી છે વગેરે બાબત જગજાહેર છે તો મોરબી નગરપાલીકા શા માટે સુપરસીડ ન થઈ શકે? એક જ જીલ્લા ની બે નગરપાલીકા માટે શું અલગ અલગ નિયમો છે? વાંકાનેર માં તો કોઈ દુર્ઘટના પણ ઘટી નથી જ્યારે મોરબી માં ૧૩૪ લોકો ના જીવ ગયા છે જેમા નાના બાળકો પણ બહોળી સંખ્યા માં છે. આ દુર્ઘટના બાબતે માત્ર પાલીકા ના સતાધીશો જ નહીં પરંતુ ૫૨(બાવન) એ ૫૨(બાવન) કાઉન્સીલર્સ પણ જવાબદાર છે કેમકે તેમણે પણ પાલીકા ના સતાધીશો ના સતા ના દુરઉપયોગ સામે અવાજ ન ઉઠાવ્યો કે વિરોધ ન દર્શાવ્યો.

આ પત્ર દ્વારા મારી આપને વિનંતી છે કે તાત્કાલીક ધોરણે મોરબી નગરપાલીકા ને નિયમ મુજબ નોટીસ પાઠવી સુપરસીડ કરવા માં આવે. તેમજ જવાબદાર સતાધીશો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવે. માનવતાવાદી અભિગમ અપનાવી મૃતકો ને ન્યાય અપાવવા ના દૈવી કાર્ય માં આપ દ્વારા યોગ્ય કરવા માં આવે તેવી અભ્યર્થના.

આપના ત્વરીત પગલા ની અપેક્ષા સહ…….

 

લી.

અલ્પાબેન કક્કડ

જાગૃત મહિલા નાગરીક

મોરબી.

Related posts

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા રઘુવંશી કોવિડ સેન્ટર-મોરબી ની અનન્ય કામગીરી બદલ સમગ્ર ટીમ નુ અભિવાદન કરવા મા આવ્યુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ*

editor

*જામનગર ના ખિરી ગામ પાસે થી બાયોડીજલ નો જથો ઝડપાયો*

Hello Morbi

Leave a Comment