• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના અગ્રણી સદગત રમેશભાઈ અખાણીને શ્રધ્ધાંજલી અર્પવા યોજાઈ પ્રાર્થનાસભા*

સ્વાધ્યાય પરિવારના અગ્રણી,ડીસા રઘુવંશી લોહાણા મહાજનના સ્થાપક પ્રમુખ,દેના બેંકના પૂર્વ અધિકારી તેમજ અનેક સેવાકીય સત્કાર્યો સાથે સંકળાયેલ ડીસાના અગ્રણી રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકરનું તાજેતરમાં અમદાવાદ ખાતે અવસાન થતાં તેમને શ્રધ્ધાંજલી અર્પવા લોહાણા મહાજન વાડી ખાતે બેસણું તેમજ પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.

આ પ્રાર્થનાસભામાં સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,ડો.ચંપકભાઈ ઝાલમોરા,શાંતિલાલ વકીલ,જયંતિભાઈ ઓઢાવાળા,તારાચંદભાઈ મજેઠીયા,રજનીભાઈ બી.ઠકકર,નાથાલાલ ખત્રી,ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી,લીલાધરભાઈ આચાર્ય,દીલીપભાઈ વકીલ,રાજુભાઈ લેબોરેટરી,સુંદરલાલ ઠકકર,નાનાલાલ કે.ઠકકર,ડો.સી.કે.પટેલ,પીતાંબરભાઈ મહેશ્ર્વરી,નિલેષભાઈ ઠકકર,કનુભાઈ ઠકકર સહિત વિવિધ અગ્રણીઓએ રમેશભાઈ અખાણી સાથેના સંબંધોનું સ્મરણ કરી તેમનાં પ્રસંગોચિત વકતવ્યો થકી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

પૂજ્ય ઉમિયાશંકરભાઈ હરગોવનદાસ અખાણી પરિવાર વતી અરવિંદભાઈ અખાણી,પ્રહલાદભાઈ ખીજડીયાળી,આનંદભાઈ અખાણી,જયેશકુમાર ઠકકર સહિત સૌએ દુખની આ વસમી વેળાએ સાંત્વના પાઠવનાર સૌ કોઈ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.પ્રાર્થનાસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ડીસાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી સિવિલમાં ડોકટર મોબાઈલમાં વ્યસ્ત રહ્યા અને ટંકારાના કોરોના પેશન્ટે દમ તોડી દીધો*

Hello Morbi

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*શ્રી હડિયાણા કન્યા શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજણો.*

Hello Morbi

Leave a Comment