• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બનાસ સાહિત્ય કલા સંઘ તેમજ હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ ડીસા દ્રારા બનાસકાંઠાના દલીત સાહિત્યકારોનું કરાયું દબદબાભેર સન્માન*

બનાસ સાહિત્ય કલા સંઘ તેમજ હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્રારા સંત કબીર એવોર્ડ તેમજ સંત દાસી જીવણ એવોર્ડ પ્રાપ્ત કરનાર બનાસકાંઠાના ખૂબ જ તેજસ્વી,ઓજસ્વી,મેઘાવી દલીત સાહિત્યકારો પ્રેમજીભાઈ ચૌહાણ,ધરમાભાઈ શ્રીમાળી તેમજ પ્રવિણભાઈ જોષીનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે બાળ નાટકોમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવનાર ગુજરાતના ગૌરવ સમાન સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ જાણીતા લેખક,અખિલ ભારતીય બ્રહ્મક્ષત્રિય સાહિત્ય પરિષદ દ્રારા પુરસ્કૃત થયેલ વાર્તાકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિયનું પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

ડીસાના ખૂબ જ જાણીતા સાહિત્યપ્રેમી,પર્યાવરણપ્રેમી ડો.નવીનકાકાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં દીપપ્રાગટય કર્તા તરીકે સરહદી સાહિત્ય સભાના અગ્રણી એસ.આર.ઠકકર (શેઠ) તેમજ મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ થરાદના અધ્યક્ષ તગજીભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.પ્રાર્થના,દીપપ્રાગટય બાદ સૌનું શાબ્દિક સ્વાગત હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટના નિયામક તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ડીસાના અધ્યક્ષ ડો.નટુભાઈ વ્યાસે કર્યું હતું.તમામ સાહિત્યકારોનો વિશેષ પરિચય ભગવાનભાઈ બંધુએ આપ્યા બાદ સૌ સાહિત્યકારોનું ફૂલછડી,સાલ,મોમેન્ટો,પુસ્તક દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.દરેક વકતાએ પોતપોતાના વક્તવ્ય દ્રારા સાહિત્યિક પ્રવૃતિને વિશેષ પ્રોત્સાહન આપવાનો વિચાર રજૂ કર્યો હતો.વિશ્ર્વ હિંદુ પરિષદના અગ્રણી જયેશભાઈ દેસાઈએ પણ સૌ સાહિત્યકારોનું શ્રીરામ ભગવાનના મોમેન્ટોથી સન્માન કર્યુ હતું.આ પ્રસંગે ઉપસ્થિત અંદાજે 100 જેટલા શ્રોતાઓને પાલનપુરના ડો.સુરેન્દ્ર ગુપ્તાજીના માધ્યમથી “શૂન્યની સુરાહી” પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

જાણીતા સર્જક પાલનપુર (કુશ્કલ)ના પરથીભાઈ ચૌધરી તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદુભાઈ એટીડીને પણ સન્માનિત કરાયા હતા.આ દિવ્ય અવસરે કથાકાર યશવંતશાસ્ત્રીજી મહારાજ,અમરતલાલ અવસ્થી,તરૂણભાઈ શેઠ,ડો.મધુસુદનભાઈ પઢિયાર,માલદેવભાઈ ગુર્જર,જયંતિભાઈ ઓઢાવાળા,મધુભાઈ ઠકકર,ઈશ્ર્વરભાઈ રાવળ,વિઠલભાઈ જાદવ,દીલીપભાઈ રતાણી,કનુભાઈ હાલાણી,લક્ષ્મીબેન આચાર્ય,નીતાબેન પઢિયાર,રેખાબેન બ્રહ્મક્ષત્રિય,વેરસીભાઈ પ્રજાપતી,પ્રવિણભાઈ શાહ સહિત અનેક સાહિત્ય રસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન તેમજ આભારવિધિ ભગવાનભાઈ બંધુએ કરી હતી.હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટના નિયામક નટુભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા શાળાના સ્ટાફે સંભાળી પ્રેરણાદાયી સહયોગ આપ્યો હતો.ઉપસ્થિત સૌ માટે ચા-નાસ્તાની સુંદર સગવડ કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે પકડાયા*

Hello Morbi

*લગન માત્ર 100 લોકોની હાજરીમાં અને આ નિયમોની સાથે યોજી શકાશે*

Hello Morbi

Leave a Comment