• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રસર રહ્યું છે”સિરામીક એસો. પ્રમુખશ્રી હરેશ બોપલીયા*

જરૂરથી મતદાન કરીને લોકશાહીના પર્વને સાર્થક કરવાની

 મોરબી જિલ્લા વાસીઓને શ્રી હરેશ બોપલીયાની અપીલ

આગામી ૧લી ડિસેમ્બરે વિધાસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે તમામ મોરબી જિલ્લા વાસીઓને અવશ્ય મતદાન કરવા માટે મોરબી સિરામીક એસો. પ્રમુખશ્રી હરેશ બોપલીયાએ અપીલ કરી છે.

 

        મોરબી જિલ્લો સિરામીક ઉદ્યોગ થકી વિશ્વ સ્તરે આગની નામના ધરાવે છે ત્યારે હાલ મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની સાથે મોરબીની ઐતિહાસીક વિરાસતને ઉજાગર કરતું વિશેષ મતદાન મથક પણ બનાવવામાં આવનાર છે. ત્યારે મોરબી સિરામીક એસો.ના પ્રમુખશ્રી હરેશ બોપલીયાએ મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે, “સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મતદાન એ આપણે અધિકાર છે ત્યારે ખૂબ જરૂરી છે કે, આપણે સૌ જંગી મતદાન કરીએ.

 

આપણા તમામ તહેવારોની જેમ ચૂંટણી પણ લોકશાહીનો મહત્વનો પર્વ છે ત્યારે ચાલો આપણે સૌ આ મતદાનના પર્વમાં ભાગીદાર બનીએ. આપણો મત આપણું સન્માન, આવો કરીએ અચૂક મતદાન” તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબી: તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ*

editor

*ખેડા જિલ્લા ના માતર તાલુકા ના ચાનોર ગામે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગ થી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment