• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી રેવન્યુ બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ, સંજયભાઈ રાજપરા ના પુત્ર, શિવ, એ ચિત્ર સ્પર્ધા માં પ્રથમ અને પુત્રી ચેલ્સી રાજપરા એ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ બીજુ સ્થાન મેળવ્યું.*

 

*મોરબી રેવન્યુ બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ, સંજયભાઈ રાજપરા ના પુત્ર, શિવ, એ ચિત્ર સ્પર્ધા માં પ્રથમ અને પુત્રી ચેલ્સી રાજપરા એ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ બીજુ સ્થાન મેળવ્યું.*

નેશનલ એજ્યુકેશન અને હુમન રિસોર્સ ડેવલોપેમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓલ ઈન્ડિયા સ્વચ્છ ભારત કલા પ્રતિયોગ્યતા માં નવયુગ વિદ્યાલયમાં ધો. 8 માં અભ્યાસ કરતા શિવ સંજયભાઈ રાજપરા, એ *સ્વચ્છ ભારત* અંતર્ગત ચિત્ર હરિફાઈમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજીત “ આઝાદી કા અમૃત મહોત્સવ “ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨. વડોદરા મુકામે યોજાયેલ. જેમાં નવયુગ બી. એડ. કોલેજની વિદ્યાર્થિની ચેલ્સી રાજપરા, એ નિબંધલેખન સ્પર્ધામાં *” જળ સંચય અને કરકસર એ જ જળસમસ્યાનો ઉકેલ છે. “* ના વિષયમાં જળનું મહત્વ સમજાવતાં જણાવેલ કે, વાણી અને પાણી વિચારીને વાપરીએ. વાણીનો વ્યય કરવાથી સંબંધો ખતરામાં અને પાણી નો વ્યય કરવાથી માનવ જીવન ખતરામાં. આથી જ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અને જળસંચયને નાગરિકો એ પોતાની ફરજ ગણી કુવા રિચાર્જ, ખેત તલાવડી, ચેકડેમ, વરસાદી પાણીના સંગ્રહકુંડ ની પ્રવૃત્તિને આપવો જોઈએ. તેમજ પ્રાકૃતિક સ્ત્રોતો પ્રત્યેનો અભિગમ બદલવાનો સમય આવી ગયો છે. અને પાણીના ઉપલબ્ધ સ્ત્રોતનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને પાણીના પુનઃ વપરાશ સંબંધી ટેકનીકનો વિકાસ કરવો જરૂરી બની ગયું છે. તેમ તેણે જણાવ્યું હતું. આ વિષયની લેખન સ્પર્ધામાં લીલાપર ની વતની, *ચેલ્સી સંજયભાઈ રાજપરા* એ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલા છે. અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ માટે પસંદગી થયેલ છે. આ તકે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી, હિરલબેન વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી, બી.વી. ચૌહાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ. નાકીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી, એસ. ડી. વ્યાસ તથા શિક્ષકો તેમજ સબંધીઓએ અભિનંદન પાઠવેલ છે.

Related posts

*HELLO MORBI:પ્રખર દેશ ભકત તેમજ આર્ય સમાજનાં પ્રચારક સુશ્રી અંજલીબેન આર્ય બન્યાં ડીસાનાં મહેમાન*

Hello Morbi

*કાંતિભાઈ અમૃતિયા નો માળિયા તાલુકા નો પ્રવાસ કાર્યક્રમ*

Hello Morbi

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં  નવરાત્રી મહોત્સવમાં સર્જાયા કોમી એકતાના દશ્ય*

Hello Morbi

Leave a Comment