• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સરવડ કે.પી. હોથી હાઇસ્કુલ ખાતે વ્યસન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના સયુંકત ઉપક્રમે 

સરવડ ખાતે આવેલી કે.પી.હોથી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખુબજ ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત નિબંધ સ્પર્ધા માં ભાગ લીધેલ.

 

આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના ટી.એચ.વી રમાબેન , પ્રા.આ.કેન્દ્ર સરવડ નાં હેલ્થ સુપરવાઈઝર દિનેશ ગોગરા ,કૈલાશબેન ,સરવડનાં એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ. ડબલ્યુ તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અગ્રાવત સાહેબ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ*

Hello Morbi

*ઉના નાં યુવા નેતા રસિક ચાવડાની દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત.*

Hello Morbi

*HELLO MORBI : ટંકારામાં બાલકૃષ્ણલાલ હવેલીએ આંબા મનોરથ યોજાયો*

editor

Leave a Comment