• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે પાંચ- દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

વિષય – દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સહયોગથી દિવ્યાંગજનો નો આજીવિકા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.
તારીખ:-27/12/2022 થી 31/12/2022 ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે 5 દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 30 દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. છેવાડાના વિસ્તાર એવા ટંકારા તાલુકાના દિવ્યાંગ ભાઈ બહેનોને આજીવિકા, સરકારની રોજગારી અને સ્વરોજગારી માટેની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવેલ. ત્યારે પ્રતિઉત્તર મળેલ કે દિવ્યાંગજનોને રોજગારીલક્ષી અને ઉધોગોલક્ષી માહિતી અને યોજનાઓની જાણકારી નો અભાવ હોય અને તેઓ સંપૂર્ણ શિક્ષિત ના હોવાના કારણે આજના કોમ્પ્યુટર યુગમાં યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. તેમજ દિવ્યાંગજનોને સોનમ કલોક, એવિયર વોટર, અને સ્લોગન પોલીપેક ટંકારા મોરબી કંપનીની રૂબરૂ મુલાકાત કરાવીને વાસ્તવિક ઔધોગિક જ્ઞાન પૂરું પાડ્યું હતું જેના કારણે સંસ્થા દ્વારા યોજાયેલ તાલીમ કાર્યક્રમ દિવ્યાંગજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. સાથે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા યોજનાઓનો લાભ આપવા માટે મદદરૂપ થવા અલગ અલગ તજજ્ઞો દ્વારા સચોટ માગદર્શન સાથે વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે શશીકાંત ભાઈ સેજપાલ તથા નવજીવન વિકલાંગ સેવાશ્રય ના વિશિષ્ટ શિક્ષક શ્રીબળવંતભાઈ જોષી, પનાબેન રાઠોડ તથા ,શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયના ડાયરેક્ટર વિશાલભાઈ જોષી, જયેશભાઇ રંગાડીયા, અરુણભાઈ ગોસાઈ, લલિતભાઈ સોલંકી, સામાજીક કાર્યકર ભરત ભાઈ રાજગોર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં આ સફળતમ આયોજન કરાયું હતું. અને દિવ્યાંગોનું માર્ગદર્શન પૂરું પાડેલ. આ કાર્યક્રમનું સ્થળ વ્યવસ્થા અને ભોજન ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા અને શશિકાંત ભાઈ સેજપાલ દ્વારા કરવામાં આવ્યું હતું દિવ્યાંગજનોએ આ કાર્યક્રમને સહર્ષ વધાવ્યો હતો તેમજ સમસ્ત કાર્યકર-મિત્રો એ વ્યવસ્થા સાંભળીને આ આજીવિકાલક્ષી, ઉધોગલક્ષી રોજગારલક્ષી સેમિનારને સફળ અને પરિણામલક્ષી બનાવેલ*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જલારામ ભકિત ધામમા યોજાશે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ*

editor

*મોરબી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ ગડારા દ્વારા પીપળી અણીયારી હાઇવે જોડતા રોડ ની કામગીરી શરૂ કરવા કરાઇ રજૂઆત*

Hello Morbi

Leave a Comment