• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના હીરાસરી ના માર્ગપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું અકસ્માત થાય તે પહેલા ઢાંકવા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરતા કે ડી બાવરવા*

 

પ્રતિ, તા. ૪-૧-૨૦૨૩
કલેકટર શ્રી,
મોરબી જીલ્લા,
મોરબી.

વિષય – મોરબી ના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજી ના મંદિર પાસે ની ઢાંકણા વગરની
ગટર નું ઢાંકણું કોઈ અસ્ક્માત થાય તે પહેલા કરવા બાબત.

મહેરબાન સાહેબ શ્રી

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી ના રવાપર રોડ પરથી અવની ચોક્કડી ને જોડતો હીરાસરીનો મારગ આવેલો છે. જેમાં એક મેલડી માતાજી નું મંદિર આવેલું છે.

આ મંદિર ની બાજુમાં આવેલ ગટર નું ઢાંકણું છેલ્લા ત્રણ મહિના થી ગાયબ છે. આ રોડ પરથી આ વોર્ડ ના કોર્પોરેટર પણ અવાર નવાર પસાર થાય હોય છે. જે અમોએ રૂબરૂ જોયેલા છે. આમ છતા આ ગટરનું ઢકાણું કરવામાં આવી રહ્યું નથી.

તો શું? નગરપાલિકા કોઈ અસ્ક્માત થાય તેની રાહ જોઈ રહી છે.? તો અમારી માગણી છે કે આ ઢાંકણું તાત્કાલિક લગાવવામાં આવે નહિ તો જરૂર કોઈ અકસ્માત થશે અને કોઈ ના જાન નું જોખમ ઉભું થશે

તો આ બાબતે યોગ્ય આદેશો કરી યોગ્ય કરવા વિનતી.

આપના સ્નેહાધીન

(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ રવાના :-
(૧) ચીફ ઓફિસર શ્રી મોરબી નગરપાલિકા તરફ જાન તેમજ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્વાદનું નવું ઠેકાણું: ભવાની સ્વીટ એન્ડ નમકીનનો ભવ્ય શુભારંભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામે બનેલ હત્યાના પ્રયાસમા ફરાર થઈ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા ૧૦ આરોપીઓને ઝડપી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment