• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ અને ટીમની કાબિલેદાદ કામગીરી:હળવદ નજીક દૂધ ના ફિલ્ટર મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. ૩૪ લાખનો દારૂ ઝડપી પાડયો:*

હળવદ તા ૫ : મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પીઆઈ કે જે ચોહાણ સાહેબે થોડા સમય અગાઉથી મોરબી ક્રાઈમ બ્રાંચ નો ચાર્જ સંભાળયો છે ત્યારથી કરોડો રૂપિયા નો દારૂ પકડી પડિયો છે અને અનેક ગુન્હા ઓના ભેદ ઉકેલી રહ્યા છે જે ખરેખર કાબિલેદાદ કામગીરી કરી રાહાછે જેમાં આજે વધુ એક ઓપરેશન પણ પાર પાડ્યું છે
જેમાં હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે એક ટ્રકમાં દૂધના ફિલ્ટર મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. ૩૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો .

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી ક્રાઈમ બ્રાન્ચને મળેલી ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી એક ટાટા ટ્રક નંબર-RJ-19-GC-0919 હળવદ-માળીયા તરફ આવનાર છે જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રક નીકળ્યો હતો.

આ ટ્રકની અંદર ચેકીંગ હાથ ધરતા તેમાંથી મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૫૯૪૦ કિ.રૂ.૨૨,૨૭,૫૦૦/- , ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૦૮૦ કિ.રૂ.૬,૪૮,૦૦૦/- (૩) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૧૭૬ કિ.રૂ.૬,૧૧,૫૨૦/- મળી રૂ. ૩૪.૮૬ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે ટ્રક મળી પોલીસે કુલ રૂ. ૪૪.૯૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

એલસીબીએ ટ્રક ડ્રાઇવર કૈલાશભાઇ મદનસીંગ નેહરાઉ.વ. ૨૧ રહે. સીવકર (રામપુરા) તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશભાઇ જાખડ રહે. સરલી તા.જી.બાડમેર (રાજસ્થાન)નું નામ ખુલતા બન્ને સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પ્રો.પો.ઇન્સ. તથા PSI એન.બી. કલસરિયા, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના અને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI NEWS:નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વ્યાજવટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment