• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આર.ટી ઈ. શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં* *રાજ્ય સરકારે ૮,૯૪૧ બાળકોની ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી*

અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા
૧૬૫ શાળાઓમાં વિદ્યાર્થીઓને RTE યોજના હેઠળ લાભ મળ્યો
આરટીઇ એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ ખાનગી શાળામાં કુલ બેઠકોની ૨૫% બેઠકો અનામત રાખી પ્રવેશ આપવામાં આવે છે. જેમાં વાલીએ પ્રાઇવેટ સ્કુલની ફી ભરવાની રહેતી નથી. બાળકોની ફી નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે તદ ઉપરાંત બાળકને દર વર્ષે સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકોની સહાયરૂપે બાળકના બેંક ખાતામાં રૂ. 3,000 આપવામાં આવે છે.
આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના નોડલ અધિકારીશ્રી અશોકભાઈ વડાલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાં મોરબી જિલ્લામાં ૮,૯૪૧ બાળકોને લાભ મળ્યો છે. જે અન્વયે રાજ્ય સરકારે આ બાળકોની શૈક્ષણિક ફી પેટે મોરબી જિલ્લાની ૧૬૫ શાળાઓને રૂ.૨,૬૮,૨૩,૦૦૦ ચુકવ્યા છે. આ શાળાઓમાં મોરબી તાલુકાની ૯૨, વાંકાનેરની ૩૦, હળવદની ૨૨, ટંકારાની ૨૦ તેમજ માળીયાની ૦૧ શાળાનો સમાવેશ થાય છે .આર.ટી.ઈ. યોજના હેઠળ વિદ્યાર્થીઓની ફી ઉપરાંત સ્કૂલબેગ, યુનિફોર્મ બુટ વગેરેની સહાય પણ ચૂકવવામાં આવે છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ૮,૯૪૧ બાળકોને આ સહાય અન્વયે રૂ. ૨,૬૮,૨૩,૦૦૦ ચૂકવાયા છે.
મોરબી જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રવીણભાઈ અંબારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની વિવિધ યોજના દ્વારા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખાનગી સ્કૂલોમાં અન્ય બાળકો સાથે ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આરટીઆઇની જોગવાઈ અનુસાર બાળકોમાં પ્રવેશ માટેની શૈક્ષણિક જવાબદારી શિક્ષણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી રહી છે.

Related posts

*મોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ વર્કશોપ – ‘ડર્માપ્રિનર-2021’ માં બેસ્ટ એક્ઝીક્યુશનનો એવોર્ડ એનાયત*  

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’; મોરબીમાં પર્યાવરણ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો*

editor

Leave a Comment