• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારમાં બીએસકેસી આઈ.એ.એસ.સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા અને સેમિનાર*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*એક વિચાર એક સમાજ*

 

*Go back to scociety and pay back to society*

 

સમગ્ર ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ સમાજમાં સૌપ્રથમ ભારતની સૌથી ઉચ્ચ વહીવટી સેવામાં રાષ્ટ્રીયતા અને સામાજિક સમરસતાના સંસ્કારો સાથે સમાજનુ યુવાધન પ્રશિક્ષણ પામે તેવા ઉદેશ્યથી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કોડીનાર દ્વારા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિ સમાજના સહકારથી રેસિડેન્શિયલ સુવિધા સાથે બહેનો અને ભાઈઓ માટે *આઈ.એ.એસ સ્ટડી સેન્ટર* શરૂ કરવામાં આવનાર છે ત્યારે આજે કોડીનાર કે. ડી. બારડ કોલેજ ખાતે એક સેમિનાર અને પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો દ્વારા તેમજ કોડીનાર અનુસુચિત જાતિ સમાજના યુવા સંગઠનો દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી તેમજ સ્વાગત પ્રવચન બાલઉદય વાઘેલા સાહેબ તેમજ પ્રાસંગિક ઉદબોધન પ્રતાપભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવ્યું તેમજ તાલીમ વર્ગ, પ્રવેશ પરીક્ષા અને બીએસકેસી સ્ટડી સેન્ટર વિશે પ્રાસંગિક પ્રવચન રાજેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યુ હતુ અને હિતેશ ઝાલા દ્વારા વર્ગ સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ આવનાર અતિથિઓનું સન્માન પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ કોડીનાર યુવા સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં કુલદીપ વાઢેર, વિશાલ વાઢેર,બાલુભાઈ, રામસિંહભાઈ, અને યુવાનો દ્વારા કરવામાં આવ્યુ હતું. માનનીય પી.એસ.આઈ.મકવાણા દ્વારા પ્રસંગોચિત સ્પર્ધાત્મક પરીક્ષા સંબધી માર્ગદર્શન અને વ્યાખ્યાન કરવામાં આવ્યું. યુવા નાયબ મામલતદાર હેમાંગીબેન દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમજ આ સાથે વિનોદભાઈ સોલંકી પ્રમુખ ડીજેયુએસ કોડીનાર, એક્સ આર્મી ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ઓઘડભાઈ તેમજ કે.ડી.બારડ કોલેજના પ્રતિનિધિ અને અગ્રણી ગુણવંત બારડ અને નિલેશભાઈ બારડ આજના સ્પર્ધાત્મક પરીક્ષા અને પ્રવેશ પરીક્ષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર ગુજરાત રાજયમાંથી વરસાદી માહોલ વચ્ચે અનુસુચિત જાતિ સમાજના યુવાનો ભાઈઓ બહેનો પ્રવેશ પરીક્ષા માટે હાજર રહ્યા હતા. કોલેજમાં સીસીટીવી કેમેરા અને વર્ગ નિરીક્ષકોની હાજરીમાં તેમની પરીક્ષા યોજવામાં આવી હતી….ટૂંકા સમયમાં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે અને ગુજરાતમાં સૌપ્રથમ અનુસૂચિત જાતિ સમાજના યુવાઓ માટે રેસિડેન્શિયલ વર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. પ્રતાપભાઈ રાઠોડ દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કરી સ્ટડી સેન્ટર બાબતે સામાન્ય સૂચનો આપી આજનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજના સ્પર્ધાત્મક યુગમાં સમાજના છેવાડાના યુવાઓની શક્તિઓ દેશની અને સમાજની સેવામાં કાર્યરત થાય તેવા શુભાષયથી ડૉ.બાબા સાહેબ આંબેડકર શૈક્ષણિક સંકુલમાં જયારે કોડીનાર અનુસૂચિત જાતિ પ્રેરિત સમાજના લોકો દ્વારા સમાજના યુવાનો માટે દિવંગત બી. એસ. કાતીરા સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાં કલાસ – ૧/૨ ની સ્પેશિયલ બેન્સ ચાલુ થઇ રહી છે, સમાજની પળે પળ ચિંતા કરનાર કાતીરા નામ જોગ આ વિરાટ કાર્યનો યુવાઓ દ્વારા દ્રઢતાપૂર્વક નિશ્ચય કર્યો અને આજે તેની ગુજરાત કક્ષાની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ માટે સતત કામ કરનાર વિરાટ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ વિશેષ દિવંગત બી. એસ. કાતીરા ના નામજોગ જયારે સમાજના યુવાનો માટે.તેના શિક્ષણ માટે કોઈ નક્કર નિર્ણય સાથે કામ થઈ રહ્યુ છે અને આ આટલા વર્ષો બાદ દિવંગત બી. એસ. કાતીરા ના નામ જોગ સમાજ માટે શિક્ષણ અને રોજગારલક્ષી દ્વાર ખુલ્યા છે.

કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ પ્રેરિત આ વર્ગો જે દિવંગત બી. એસ. કાતીરાના નામથી સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગો ચાલુ થઈ રહ્યા છે તે સમાજના દરેક લોકો દ્વારા સમાજના દરેક લોકો માટે અને સમાજના દરેક લોકોથી શરૂ કરવામાં આવ્યા છે અને સંચાલિત છે.વધુમાં સામાજિક જવાબદારી સમજી, સમાજની લાગણી સાથે સમાજના યુવાનોના શિક્ષણ અને રોજગારી માટે વેદના અને સંવેદના ધરાવતા તમામ લોકો આવકાર્ય છે તેવી આશા વ્યક્ત બીએસકેસી સ્ટડી સેન્ટર આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આજ એક ખાસ ચિંતનની પળ છે કે આ વર્ગો ની જરૂરિયાત શા માટે? તો તેનો ઉત્તર એક જ છે, આજે જયારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ નો યુગ છે અને તેમાં પણ જયારે આપણા સમાજનો છેવાડાનો યુવાન આપણા સમાજની દિકરીઓ આ ભારતની સનદી પરીક્ષાઓ માટે તૈયાર થાય વધુમાં વધુ યુવા વર્ગ સરકારી સેવાઓમાં કાર્યરત થાય માટે સમાજનો કર્મચારી સમાજનો વેપારી સમાજનો ખેડૂત અને સમાજનો મેનેજર થી સમાજનો મજૂર તેમજ સમાજનું દરેક સંગઠન દરેક વ્યક્તિ તેમજ સામાજિક કાર્યકરો રાજકીય અગ્રણીઓ એડવોકેટ,પોલીસ, શિક્ષક,પ્રોફેસર,એન્જિનિયર, ડોકટર ખેતી અને દરિયામાં કામ કરનાર દરેક વ્યક્તિ સાથે મળીને સામાજિક નિર્માણ કરીએ તેવી વાત સેમિનારના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી. દલિત જાગરણ યુવા સંગઠન દ્વારા સમાજનું નવનિર્મિત નિર્માણ પામેલ સંકુલ તમામ ટ્રસ્ટીઓએ સર્વ સંમતિથી સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગોના હેતુથી સમાજને અર્પણ કરી દીધું અને માનનીય રાઠોડ સાહેબ સકારાત્મક ઉર્જા પૂરી પાડી સતત સાથે રહે છે, જેમાં તેમનો સતત સહયોગ રહ્યો સાથોસાથ દરેક વ્યક્તિએ આ ઘડતર માટે યોગદાન આપ્યું છે જેમાં.આજે અધતન વર્ગ સમાજ સામે પ્રસ્તુત છે ત્યારે સમાજના દરેક વ્યક્તિની તેમાં ભાગીદારી છે. સેના અને વિજયભાઈ તેમજ તેમની ટીમ દ્વારા તમામ કાર્યોમાં નિસ્વાર્થરૂપથી યોગદાન તેમજ સમીરભાઈ વાઢેર તેમજ કુલદીપભાઈ, વિશાલભાઈ વાઢેર તેમજ તેમની યુવાનોની ટીમ હમેશા સમાજના કાર્યોમાં ખડેપગે ઉભા રહી જાય છે અશોકભાઈ વાઢેળ વેલકમ હોટેલ કોડીનાર દ્વારા સ્નેહ મિલન હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ તેમના તરફથી ચા, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ તેમની સામાજિક લાગણીને વંદન આ રીતે *સમાજ માટે….. સમાજ દ્વારા અને સમાજ થી* એક સમાજનો વર્ગ કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ માટે ઉપયોગમાં આવે તે રીતે નિર્માણ પામ્યો છે. આ વર્ગના નિર્માણમાં સમાજના કર્મચારીઓ જેઓ સમાજના હિત સાથે સંકળાયેલા હોય તેઓની સર્વ પ્રકારની ભાગીદારી જોવા મળે છે. તેઓ સતત મદદ અને માર્ગદર્શન આપીને સામાજિક નિર્માણમાં સહકાર આપી રહ્યા છે.આજના સમયમાં આપણો યુવા વર્ગ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થાય તેની જવાબદારી પણ સમાજની છે. સમાજના દરેકે દરેક વ્યક્તિ આ વર્ગમાં મદદ, માર્ગદર્શન અને સૂચનો માટે તેમજ વ્યવસ્થામાં સહભાગી બનવા માટે આવકાર્ય છે તેવુ નમ્ર નિવેદન કરવામાં આવ્યું હતું. દિવંગત બી. એસ.કાતીરા સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગની સમગ્ર ટીમ વતી વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. પરીક્ષા વર્ગની જરૂરિયાત શા માટે ? ગ્રામ્ય થી શહેરી વિસ્તારોમાં રહેતા છેવાડાના સમાજના દરેક યુવાનને તક મળે. દરેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર થાય અને સમાજને તેમજ દેશને એક સારો નાગરિક અર્પણ કરીએ માટે આપણો સમાજનો યુવાન વર્ગ ૧/૨ માં વધુમાં વધુ ઉતીર્ણ થાય તેવી આશા સાથે વધુમાં વધુ યુવાનો વર્ગોમાં જોડાય અને પોતાની કારકીર્દી બનાવે તેવી હૃદયની લાગણી સાથે દિવંગત બી. એસ. કાતીરા સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ અને અનુસૂચિત જાતિ સમાજ – કોડીનાર દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. સમાજે તમારા માટે શુ કર્યુ એ પહેલા એ કહો તમે સમાજ માટે શું કર્યુ ના પે બેક ટુ સોસાયટીના હેતુથી પ્રારંભ કરવામાં આવેલા નિશુલ્ક તાલીમ વર્ગોમાં કોડીનાર જ નહિ સમગ્ર જિલ્લામાંથી ઘણા ભાઈઓ બહેનો તાલીમ લઈ રહ્યા છે. આ વર્ગનો એક માત્ર હેતુ છે સામાજિકતા અને રાષ્ટ્રીયતાના ઘડતર સાથે સરકારી નોકરીઓ અને જાહેર પરીક્ષાઓની તૈયારી કરાવવી.સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનાર થી શરૂ કરવામાં આવેલા આ વર્ગ એ સામાજિક અર્પણનું ઉતમ ઉદાહરણ પુરુ પાડવામાં આવે છે કોડીનાર શહેર અને તાલુકો એટલે શિક્ષણની દ્રષ્ટિએ અગ્રગણ્ય ગુજરાતના તાલુકામાં સ્થાન ધરાવે છે અને આજના સમયમાં જયારે સમય અને જરૂરિયાત પ્રમાણે સમાજની વ્યક્તિ જીવન વ્યતીત કરી રહી છે અને એક નર્યા સ્વાર્થીવૃત્તિને કારણે સામાજિક સંવાદીતતા લોપ થઈ રહી છે ત્યારે પોતાનો કિમતી સમય આપીને તેમજ પોતાની જરૂરિયાતો અને શોખને તિલાંજલિ આપીને અનુ.જાતિ સમાજ કોડીનાર દ્વારા જે વર્ગો સમાજ માટે સમાજ દ્વારા અને સમાજ થી કાર્યરત કરવામાં આવ્યા છે તે પે બેક ટુ સોસાયટી અને મને કાઇ મળ્યુ તો મારે કાઇ આપવું જોઈએ તેવો સામાજિક સંદેશ પાઠવે છે કોડીનાર શહેર અને તાલુકા તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના અનુ. જાતિના યુવાનો માટે એક નૂતન તકનું નિર્માણ કરનાર કર્મનિષ્ઠ કર્મચારીઓ તેમજ સામાજિક કાર્યકરોને અનેક મહાનુભવો દ્વારા વર્ગોની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હજુ વધુમાં વધુ યુવાનો આ તાલીમ વર્ગોમાં સહભાગી બને માટે હેલ્પ લાઇન નંબર ૭૬૨૨૯૦૦૦૨૨ તેમજ ઇ મેઈલ kodinarscsociety@gmail.com પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ખાતે આવેલા અનુ.જાતિ સમાજના યુવાનો માટે એક એવા વર્ગો કે ત્યાં નિર્માણ કરી શકે છે તેમનું ઉજવળ ભવિષ્ય. ભારતની ઉચ્ચ સનદી સેવાઓ માટે સમગ્ર ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિ સમાજના યુવાનોને હાર્દિક નિમંત્રણ તમારે કલેકટર બનવું છે તો બીએસકેસી આઈએએસ સ્ટડી સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: આયુષ હોસ્પિટલ માટે ગર્વનીઘડી:𝐍𝐀𝐁𝐇: નુ પ્રમાણપત્ર હાસિલ કર્યું*

editor

*ટંકારા ના શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ના મંદિરે મસ્તક ટેકાવી વિજય ભવ ના આશીર્વાદ લેતા દુર્લભ જીભાઈ દેથરીયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લોકોને કેમ્પમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું*

editor

Leave a Comment