• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા માટે ગૌરવની ક્ષણ* *મોરબી જિલ્લાએ ૮૩.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી જ્વલંત સિધ્ધી મેળવી*

મોરબી જિલ્લા માટે ગૌરવની ક્ષણ
મોરબી જિલ્લાએ ૮૩.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી જ્વલંત સિધ્ધી મેળવી

જિલ્લાની તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગને
શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશ રાણીપા

૯૦.૪૧ ટકા પરિણામ સાથે હળવદ કેન્દ્રએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
માહિતી બ્યુરો, મોરબી
મોરબી જિલ્લાએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં ૮૩.૨૨ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંકે મેળવ્યું છે અને રાજ્યના તમામ કેન્દ્રોમાંથી હળવદ કેન્દ્રએ ૯૦.૪૧ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ ૮૩.૨૨ ટકા પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મોરબી જિલ્લો ૮૫.૩૬ ટકા પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં બીજા ક્રમાંકે રહ્યો હતો. આ સિદ્ધિની સાથે મોરબીના હળવદ કેન્દ્રએ પણ ૯૦.૪૧ ટકા પરિણામ સાથે રાજ્યના પરીક્ષા કેન્દ્રોમાંથી પ્રથમ ક્રમાંક મેળવેલ પરીક્ષા કેન્દ્ર બની સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપાએ તમામ શાળાના સંચાલકો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને વાલીઓ તેમજ સમગ્ર જિલ્લા શિક્ષણ વિભાગને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ” સમગ્ર જિલ્લા માટે આ આનંદની ઘડી છે. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેઓ ઉચ્ચ કારકિર્દી માટે આગળ વધે, કે વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું હોય કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય કારણ કે આ પરીક્ષા કે પરિણામ એ જીવનનું આખરી પરિણામ નથી એવું વિચારી વધુ મહેનત કરી આગળ વધે” .વધુમાં તમામ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પરિણામમાં જિલ્લાના ૩ વિદ્યાર્થીઓએ એ-1 અને ૬૧ વિદ્યાર્થીઓએ એ-2 ગૃએદ મેળવ્યો છે. જિલ્લામાં ૩ સરકારી શાળાઓ વી.સી.હાઇસ્કુલ – મોરબી, મોડેલ હાઇસ્કુલ – વાંકાનેર અને મોડેલ હાઇસ્કુલ – હળવદમાં પણ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ શાળાઓએ પણ શ્રેષ્ઠ પરિણામ લાવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ જ્વલંત સિધ્ધી મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર જિલ્લાને શિક્ષણવિદો અભિનંદન પાઠવી રહ્યા છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

CORONAના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હરપાલસિંહ ના ક્યુટ બોય પૂર્વદીપસિંહ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

Leave a Comment