• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા મા લોક અદાલત નુ આયોજન કરવામાં આવ્યું છે*

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે આગામી તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACT મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાય.
આ ઉપરાંત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતરગત ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસોના લોક અદાલતમાં રાખવામાં આવેલ છે, અને તા.૧૩/૦૫/૨૦૨૩ પહેલા આપના ઇ-ચલણ મેમાનો દંડના નાણા એસ.પી.કચેરી મોરબી ખાતે ટ્રાફીક શાખા રૂમ નં-૧૧ માં તથા સનાળા ચોકી, છોટાલાલ પેટ્રોલ પંપ પાસે મોરબી તથા ઓનલાઇન વેબ સાઇટ http://echallanpayment.gujarat.gov.in ઉપર ઇ-ચલણ મેમાનો દંડ ભરી દેવા જણાવવામા આવે છે.અને જો આ ઇ- ચલણ મેમાનો દંડ સમય સર ભરવામા નહી આવે તો તેઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવશે.
આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો અને વકીલશ્રીઓએ કોવિડ-૧૯ના પ્રોટોકોલનુ પાલન કરવાનુ રહેશે.
પક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદોનુ ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરવાનો રહેશે.
આમ મોરબી જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે ઉપરોક્ત જણાવ્યા મુજબના કેશોનુ સુખદ અને સંતોષકારક રીતે ઝડપથી પોતાના કેશોનુ નિકાલ થઇ શકે જેથી આપની આજુ-બાજુમા રહેતા લોકોને આ બાબતે માહીતગાર કરવા તેવ મોરબી પોલીસ દ્વારા જાહેર જનતાને જાણ કરવામા આવે છે.

Related posts

*HELLO MORBI:ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

editor

*કચ્છ ના નેર ગામે થયેલા અનુસુચિત જાતિના નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલાના ઘટનામાં વેરાવળ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવતા AIMIM સમર્થ આપી સખત શબ્દોમાં વિરોધ કર્યો*

Hello Morbi

*HELLO MORBI:જલારામ મંદિર ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો*

editor

Leave a Comment