• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ મંદિર ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો*

જલારામ મંદિર ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો
ડીસા જલારામ મંદિર અનેકવિધ સેવાકીય કાર્યોમાં અગ્રેસર છે.જલારામ આરોગ્ય ધામ ખાતે ઇન્ટરનેશનલ મહિલા મંડળ ડીસા દ્વારા આયુર્વેદને લઈ બે દિવસ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં અંદાજે 300 થી વધુ દર્દીઓએ ભાગ લઈ આયુર્વેદ પધ્ધતિની માહિતી મેળવી વર્ષો પહેલાંની પ્રચલિત કાંસા વાટકી દ્વારા કરાતી માલિશથી થતા લાભો વિષે જાણકારી મેળવી હતી.કાંસાના મશીનથી જરૂરી માલીશ બાદ આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી હતી. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળને પ્રોત્સાહિત કરવા ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ પણ સાથે જોડાયું હતું તેમજ આરોગ્ય ધામ ખાતે સેવાભાવથી કેમ્પનું આયોજન કરાયું હતું. જલારામ મંદિરના ટ્રસ્ટીઓ સર્વ કનુભાઇ આચાર્ય, ભગવાનદાસ બંધુ ઉપરાંત શારદાબેન આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,તારાચંદભાઈ મજેઠીયા, આર.ડી.ઠકકર,દિલીપભાઈ રતાણી, દિનેશભાઇ ચોકસી કમલેશભાઈ રાચ્છ ,વિષ્ણુભાઈ ઠક્કર,મહેશભાઈ ઉદેચા, પીયૂષભાઈ અખાણી, યશ ઠકકર આનંદભાઈ ઠકકર વગેરેએ હાજરી આપી આ કાર્યકર્મ ને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પૂજાબેન, બીનાબેન, જ્યોતિબેન,પિન્કીબેન,જયોતિબેન વી.,રિપલબેન, ફાલ્ગુનીબેન, ઋત્વિબેન ઠકકરે સહકાર આપી નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા. આ કાર્યક્રમમાં સુરતથી કિશન હીરાપરા, રોશનીબેન ઠકકર, મિલન પાતરા, રિદ્ધિબેન ઠકકર ગાંધીધામ સહિત સૌએ ખાસ હાજર રહી અમૂલ્ય સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આનંદભાઈ ઠકકરે કર્યું હતું….અહેવાલ..આનંદ ઠકકર ડીસા

Related posts

*HELLO MORBI:મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ ૩-૧,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા ખોટી રીતે થતી હેરાન ગતિના વિરોધમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના ધરણા*

Hello Morbi

*નવા વર્ષે ના દિવસે જ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ખુલ્લો મુકાશે : જયસુખભાઈ પટેલ એમડી ઓરેવા ગ્રુપ*

Hello Morbi

Leave a Comment