• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવા બદલસરકારનો આભાર માનતા મોરબીના લાભાર્થી પ્રેમજીભાઈ બોસીયા*

મોરબી તાલુકાના કાલિકાનગર ખાતે રહેતા પ્રેમજીભાઈ બોસીયા જણાવે છે કે હું અને મારા બાપ દાદા પહેલેથી અહી વસવાટ કરીએ કહી છીએ અમારી આર્થિક સ્થિતી સારી ન હોવાથી ઘર બનાવી શકીએ તેમ ન હતા. અમે મજૂરી કરીને ઘરનું પોરાણ કરતાં હતા, પરંતુ આવાસ યોજનાથી પોતાની માલિકીનું સુખાકારી વાળું ઘર મળ્યું છે.
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના લીધે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અને ગામના સરપંચ તથા તલાટી મંત્રીના લીધે મારા ઘરનો સર્વે કરવામાં આવ્યો, જેમાં માંરૂ નામ જોડવામાં આવ્યું જેથી મને થોડી આર્થિક સહાય થતાં મને હિંમત થઈ. અને મને કાચા પતરા વાળા મકાનમાંથી સારા મકાન બનાવવામાં મદદ મળી. માંરૂ નામ તાલુકા-પંચાયત મોરબી થી આવતા મને હુકમ મળ્યો. મે તરત જ મકાન માટેનું કામ ચાલુ કરી દીધું. જેમાં પહેલો હપ્તો મને રૂ.૩૦,૦૦૦ નો મળ્યો અને મે મકાન બાંધવાનું ચાલુ કરી દીધું. પછી મને ૫૦,૦૦૦ અને ૪૦,૦૦૦ એમ બીજો અને ત્રીજો હપ્તો સમયસર મળ્યા. તેના પછી મને મનરેગામાં પણ કોઈ તકલીફ ન પડતાં તેની રોજગારી રૂપે આર્થિક સહાય મળી. ઉપરાંત માંરૂ મકાનનું બાંધકામ ૬ મહિનાની અંદર પૂરું થતાં મને પ્રોત્સાહક સ્વરૂપે રૂ. ૨૦,૦૦૦ મળ્યા. આ ઉપરાંત મને તાલુકા પંચાયતના અધિકારી દ્વારા સ્વચ્છ ભારત મિશનના પણ રૂ. ૧૨,૦૦૦ મળ્યા. જેના બદલ આજે મારી પાસે પોતાનું સારું મકાન તથા શૌચ માટેની વ્યવસ્થા છે. મારા પરિવારની સુખાકારી વધારવા બદલ હું સરકારનો આભારી છું.

Related posts

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના જીવદયા સમિતિના હોદેદારોની થયેલ વરણી*

Hello Morbi

*શિક્ષણ ના શબ્દો ના સુર સંસ્કારના સિંચન સાથે સાથે ૧૦૮ નું વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન ની શિબિર યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:કમિશનર અને ના.કમિશનર મોરબી મહાનગરપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી*

editor

Leave a Comment