• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી મોરબી પોલીસ નું ફૂટ પેટ્રોલિંગ*

મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ફુટપેટ્રોલીંગ / ડે- કોમ્બીંગ સર્ચ ઓપરેશન
તા.૧૫/૦૫/૨૦૨૩
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે સારૂ શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી, મોરબી નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા તથા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, શ્રી,એમ.પી.પંડયા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી. મોરબી તથા શ્રી, એચ.એ.જાડેજા, પોલીસ ઇન્સ, મોરબી સિટી એ ડિવી.પોલીસ સ્ટેશનના નાઓ સાથે મોરબી શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવ રાખી વાહન ચેકીંગની કામગીરી કરવા સારૂ મોરબી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત એરીયામાં ફુટ પેટ્રોલીંગ / ડે-કોમ્બીંગ કરી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તથા ટ્રાફીક સમસ્યા નિવારવા પ્રયત્નો હાથ ધરેલ હતા. તેમજ શહેરમાં અયોગ્ય રીતે વાહન પાર્કિંગ ન થાય તે માટે વાહન ચાલકોને સમજ કરી તથા દુકાનદારો / વેપારીઓને પોતાનો સામાન દુકાનની બહાર ન રાખે જેથી શહેરમાં વન-વે તથા સાંકડા રસ્તાના કારણે ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે અંગે સમજ કરી તેમજ રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ થાય તેવા સ્ટોલ દુર કરાવડાવી જગ્યા ખુલી કરાવી મોરબી શહેર વિસ્તારમાં વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન થાય તે અંગેના પ્રયત્નો હાથ ધરેલ તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી નીચે મુજબ છે.
MVA Nc કેસ-૧૪૭
MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૧૪
સમાધાન શુલ્ક દંડ રૂ. ૬૩,૪૦૦/-
MVA-૨૭૯ કેશ-૦૩
બી રોલ-૦૯
આ ફુટ પેટ્રોલીંગ / ડે-કોમ્બીંગ સર્ચ ઓપરેશનને સફળ બનાવા સારૂ મોરબી એલ.સી.બી./ જિલ્લા ટ્રાફીક એસ.ઓ.જી.મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. તથા મોરબી તાલુકા પો.સ્ટે.ના તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓ જોડાયેલ હતા.

Related posts

*કોડીનાર ટાઉન તથા ગામડાઓ માં વધતા જતા સાયબર ક્રાઇમ બનાવો બાબતે કોડીનાર પોલીસ ની જાહેર જનતા ને જાગૃત રહેવા અપીલ*

Hello Morbi

PMએ મજાક ઉડાવતાં કહ્યું -‘ક્યાંક લોકો એમ કહી ન દે મોદીએ તમારો અવાજ દબાવી દીધો’

Hello Morbi

*મોરબી તાલુકા ના લાલપર નજીક દારૂ, બિયર ભરેલી કાર ઝડપી ત્રણ ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

Hello Morbi

Leave a Comment