• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા(મીં)પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવઘ ઓનેસ્ટ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા(મીં)પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવઘ ઓનેસ્ટ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૩/૦૬/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ. આશીફભાઇ ચાણકીયા નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ સુરજબારી પૂલ ઉપરથી માળીયા બાજુ બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનુ એક્સેસ બાઇક લઇને નિકળનાર છે જેને શરીરે ભુખરા કલરનુ ટી-શર્ટ તથા કાળા કલરનું નાઇટનુ પેન્ટ પહેરેલ છે અને તેના નેફામાં પીસ્તોલ જેવુ હથિયાર છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :- હનીફ ઉર્ફે નંઢો મહમદભાઇ જેડામિયાણા ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.કુબેર ટોકીઝની પાસે કુબેરની ધાર મફતીયા પરા મોરબી તા.જી.મોરબી
પકડાયેલ મુદ્દામાલ :-
(૧) ગે.કા.દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦/- (૨) જીવતા કાર્ટીઝ નંગ -૪ કિ.રૂપીયા ૪૦૦/-
(૩) એક્સેસ મો.સા એંજીન નં-AF212533258 તથા ચેસીસ નંબર-MB8DP12DCM8640838 કિ.રૂ.૩૦,૦૦૦/- મળી
કુલ કિ.રૂ.૪૦,૪૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા તથા શ્રી પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી એસ.ઓ.જી.,મોરબી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર, તથા સબળસિંહ સોલંકી તેમજ પોલીસ હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મીયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા માણસુરભાઇ ડાંગર તથા સાંમતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા..

Related posts

*HELLO MORBI:આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી અપાઈ*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા: ઠેર ઠેર રામ જન્મોત્સવના વધામણાં કરી રામ નવમી ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ*

editor

*HELLO MORBI:જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી તથા વહીવટી તંત્ર દ્વારા દીલધડક રેસ્ક્યુ ઓપરેશન*

editor

Leave a Comment