• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:GPSC દ્વારા તા.૧૯ જૂનના રોજ આયોજિત* *મદદનીશ વન સંરક્ષક,વર્ગ-રની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ*

GPSC દ્વારા તા.૧૯ જૂનના રોજ આયોજિત
મદદનીશ વન સંરક્ષક,વર્ગ-રની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ :બાકીની પરીક્ષાની તારીખો યથાવત રહેશે
ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ તા.૧૯ જૂન-૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-૧ અને ર મોકૂફ રાખવામાં આવી છે.
જ્યારે તા.૨૧ અને તા.૨૩ જૂન ૨૦૨૩ના રોજની પરીક્ષા પેપર-૩, ૪ અને ૫ યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
જનક દેસાઇ

Related posts

*મોરબી માળિયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો. મહાશિવરાત્રિ ના દિવસ દરમિયાન પ્રવાસ*

Hello Morbi

*HELLO MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન*

editor

*HELLO MORBI:રાજ્યપાલશ્રીનું રાજકોટ હીરાસર એરપોર્ટ* *ખાતે ઉષ્માસભર સ્વાગત*

editor

Leave a Comment