• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવા ને રૂબરૂ મુલાકાત લઈ બિરદાવતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર શ્રી પરમાર સાહેબ*

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવા ને રૂબરૂ મુલાકાત લઈ બિરદાવતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર શ્રી પરમાર સાહેબ*

*બિપરજોય વાવાઝોડાં ના કહેર વચ્ચે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અવિરત સેવાયજ્ઞ ચલાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે અવિરત સેવા પ્રદાન કરવા માં આવે છે ત્યારે પર્વતમાન સમયે બિપરજોય વાવાઝોડાં ના કહેર વચ્ચે મોરબી જીલ્લા ના પ્રભાવિત વિસ્તાર ના સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અવિરત કરવા માં આવી રહી છે. તંત્ર દ્વારા લોકો ને સ્થળાંતરિત કરી વિવિધ સલામત જગ્યા એ ખસેડવા માં આવેલ છે. તે જગ્યા એ રૂબરૂ જઈ મોરબી જલારામ મંદિર ના આગેવાનો ફુડ પેકેટ વિતરણ કરી રહ્યા છે.
મોરબી મુકામે મોરબી જલારામ મંદિર ના શ્રી ગીરીશભાઈ ઘેલાણી ની આગેવાની માં યોજાઈ રહેલ આ સેવા યજ્ઞ ની મોરબી-માળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર શ્રી પરમાર સાહેબે રૂબરૂ મુલાકાત લઈ મોરબી જલારામ મંદિર ની સેવાને બિરદાવી હતી.
મોરબી શ્રી જલારામ મંદિર ના સેવા કાર્ય માં ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, દીપકભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, સચિનભાઈ કાનાબાર, પ્રવિણભાઈ કારીયા, કીશોરભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, અરવિંદભાઈ સોમૈયા, નરશીભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, ભીખાભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, જીતુભાઈ કોટક, કૌશલભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, નવીનભાઈ મહેતા, હીતેશભાઈ મેહતા, જયેશભાઈ ટોળીયા, નારણભાઈ મકવાણા, દેવરામભાઈ રામાનુજ, ચંદ્રિકાબેન માનસેતા, પ્રિતીબેન ચંદારાણા, રશ્મિબેન કોટક, દક્ષાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, લીલાબેન પુજારા, મીનાબેન ભટ્ટી, સોનલબેન ઠાકોર સહીત ના આગેવાનો જોડાયા છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI: શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે શ્રીજી ઐશ્વર્ય ધામના પંચમ પાટોત્સવ નિમિત્તે ૧ લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન પંચાબ્દી મહોત્સવ યોજાયો*

editor

*HELLO MORBI:ચક્ષુદાન જાહેર કરતા ડીસાના અગ્રણી સમાજ સેવક ભગવાનભાઈ બંધુ*

editor

*HELLO MORBI:લજાઇ ગામનીસીમ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉન માંથી ઇગ્લીંશ દારૂની બોટલો અને મુદામાલ સાથે છ* *આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment