• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ ખાતે આવેલ ગોડાઉનમાંથી ઇગ્લીશ દારૂ વોડકાની બોટલો નંગ-૬૦ કી.રૂ. ૪૪,૧૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ ખાતે આવેલ ગોડાઉનમાંથી ઇગ્લીશ દારૂ વોડકાની બોટલો નંગ-૬૦ કી.રૂ. ૪૪,૧૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૨૬/૦૬/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ., એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, સાગરભાઇ મગનભાઇ પટેલ રહે. મોરબી વાવડી રોડ, મીરાપાર્ક વાળાએ મોરબી લાતી પ્લોટ શેરી નં-૫-૪ ની વચ્ચે ટેલીફોન એક્ષચેન્જની પાછળ ગોડાઉન ભાડેથી રાખી તેમાં પેપરકપ રાખી તેની સાથે ગે.કા. રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખી તેનુ છુટક વેચાણ કરેલ છે. જે હકિકત આધારે લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ માં આવેલ ગોડાઉનમાં રેઇડ કરતા ગોડાઉન માંથી ગે કા. રીતે પરપ્રાંત માંથી મંગાવેલ ભારતીય બનાવટનો નીચે જણાવેલ વિગતેની ઇંગ્લીશ દારૂ વોડકાની બોટલો સાથે હકિકત વાળો ઇસમ મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) સાગરભાઇ મગનભાઇ કાસુન્દ્રા ઉ.વ. ૩૧ રહે. મોરબી, વાવડી રોડ, મીરાપાર્ક છેવાડે, તા.જી.મોરબી, મુળ ગામ આમરણ(બેલા) તા.જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –

(૧) બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૧૨ કિ.રૂ.૧૦,૨૦૦/- (૨) સીગ્નેયર રેર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની. કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૮ કિ.રૂ.૨૨,૯૬૦/- (૩) સીમરન ઓફ વોડકાની ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૦ કિ.રૂ.૧૧,૦૦૦/- એમ કુલ બોટલ નંગ-૬૦ કિ.રૂ. ૪૪,૧૬૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*હૈદરાબાદના ઓવેસી ની રાજકીય પાર્ટી એ આઈ એમ આઈ એમ નો સૌરાષ્ટ્રમાં મજબૂત પગ પેસારો! સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ*

Hello Morbi

*જામનગર જિલ્લા કોંગ્રેસ સુપ્રીમો જીવણભાઈ કુંભરવાડીયા ના અધ્યક્ષ સ્થાને જોડીયા ખાતે જન ચેતના આંદોલન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લાામાં પસાર થતો નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ*

editor

Leave a Comment