• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: નરેશભાઈ ના 58 માં જન્મદિવસ નિમિત્તે હરબટીયાળી ગામે મહા રક્તદાન કેમ્પ યોજાયો*

(નૈમિષ સેજપાલ દ્વારા )આજરોજ આદરણીય શ્રી નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત માંથી 67 જગ્યાએ અને ભારતના અન્ય બે જગ્યાએ થઈ કુલ 69 જગ્યા ઉપર રક્તદાન કેમ્પનું આયોજન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા સત જ્યોતા ટ્રસ્ટ ના ઉપક્રમે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા ખોડલધામ સમિતિ મોરબી જિલ્લા દ્વારા મેગા રક્તદાન કેમ્પમાં ટંકારા પંથકમાંથી 221 બોટલનું રક્તદાન રક્તદાતા દ્વારા અર્પણ કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પ સવારે 8.00 વાગે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વીપી વૈષ્ણવી સાહેબ તેમજ સમાજના આગેવાનઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને શરૂ કરવામાં આવેલ તેમજ આ રક્તદાન કેમ્પમાં મોરબી એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગીયા તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ દુબરીયા આરડીસી બેંકના ડિરેક્ટર શ્રી સંજયભાઈ ભાગીયા મામલતદાર કેતન સખીયા સાહેબ સર્કલ ઓફિસર શ્રી બુસા સાહેબ ખાસ ઉપસ્થિત રહી તેમ જ મામલતદાર સાહેબ તથા બુસા સાહેબ દ્વારા પણ રક્તદાન કરવામાં આવેલ રક્તદાતાઓ શ્રીઓને શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા પ્રમાણપત્ર અને સ્લોગન ગ્રુપ તથા એચડીએફસી બેન્ક દ્વારા ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં મોરબીની સંસ્કાર બેંક દ્વારા શ્રી ખોડલધામ સમિતિ ને સન્માન પત્ર અને ખેસ પહેરાવી અને સન્માનિત કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પ સમગ્ર ભારતમાં હોય માનનીય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઝૂમ મીટીંગ થી સર્વેદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પનું સંપૂર્ણ આયોજન શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા ના યુવા કમિટી દ્વારા જહમત ઉઠાવવામાં આવેલ હતી

Related posts

*મૌસમ ના વરસાદ ની એન્ટ્રીબફારા બાદ ઠંડી ની લહેર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર નીપ્રજા માં ખુશી*

Hello Morbi

*HELLO MORBI:યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલય ભુજ દ્વારા ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનું આયોજન*

editor

Leave a Comment