• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલા ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*.

મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ગણનાપાત્ર ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી. જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી,જગારના કવોલીટી કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય અને આ ઝુંબેશ દરમ્યાન મોરબી જીલ્લામાં પ્રોહી. જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે,એ વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ
હેડ કોન્સ. વનરાજભાઈ ચાવડા તથા પોલીસ કોનમાં પંકજભા ગઢડા તથા જયદીપભાઇ પટેલ તથા કેતનભાઇ અજાણાને સંયુકતરાહે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં રેઇડ કરતા સદર જગ્યાએ હકીકતવાળું પાર્ક કરેલ ટાટા કંપનીનુ ટેઇલર ના 1-52-68-2691 વાળું મળી આવતા જે ટ્રેઇલરમાં સધન તપાસ કરતા ટ્રેઇલરમાં ભરેલ સફેદ પાટીની થેલીની આડમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
1. દીપુ કલ્યાણસિંહ મીણા અનુ.જાતિ ઉ.વ.૨૭, રહે. વૃંદ સિરાવાસ, તા.જી.અલવર, રાજસ્થાન
કબ્જે કરેલ મુદ્દામાલ – ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા
ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯,૫૦૦/- તથા એક ટાટા કંપનીનું ટ્રેઇલર જેના રજી.નં RJ-52-GH-2691 કિં.રૂ.10,00,000/- મળી કુલ ૧૦,૪૯,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ — પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા વનરાજભાઇ ચાવડા તથા પોલીસ બ્રેન્સ ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા ફુલદિપભાઇ કાનગડ તથા કેતનભાઇ અજાણા તથા દેવશીભાઇ મોરી નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ-ખારવા નજીક હમાપર રોડ પર આહિર સમાજની વાડી ખાતે મંગલ શરણાઈઓ ગુંજશે*

editor

*HELLO MORBI: મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS: આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે*

editor

Leave a Comment