• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ચતુર્થ પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

*સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ચતુર્થ પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

*શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા પરિવાર દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*

સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૩ ના રોજ તેમની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે શ્રી કૃષિતભાઈ સુવાગીયા, શ્રી મંગળજીભાઈ સુવાગીયા, શ્રી જમનભાઈ સુવાગીયા, શ્રી મુકેશભાઈ રામાણી (ડેલ્ટા સ્ટોન), શ્રી ધર્મેશભાઈ રામાણી (ઝેનેક્સ પોલિપેક), શ્રી નરેન્દ્રભાઈ સંઘાત (ઉપપ્રમુખશ્રી- સિરામિક એસોસિયેશન,મોરબી) સહીત ના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા સહીત ના અગ્રણીઓએ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા સ્વ.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI: મોરબી જીલ્લા પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ શ્રી ડો, હેમાંગભાઈ વસાવડા તા. ૧૫-૪-૨૦૨૩ ને શનિવારે, મોરબી સર્કીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેશે*

editor

*HELLO MORBI:બનાસ સાહિત્ય કલા સંઘ દ્રારા ડીસામાં પ્રધાનજી પરમારના પુસ્તકનો યોજાયો વિમોચન કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

editor

Leave a Comment