• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાં ચાલતા જુગાર ધામ પર ઉપલેટા પોલીસ ના દરોડા*

ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધીકાઢી
કાયદેસરની કાર્યવાહી કરતી ઉપલેટા પોલીસ
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક
શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી રોહિતસિંહ ડોડીયા સાહેબ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુત કરવા સુચના આપેલ હોય જેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો સબ ઇન્સ કે.એસ.ગરચર નાઅઓને હકિકત મળેલ કે ઉપલેટા, રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાનાવડે તીનપત્તીનો રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી લાઈટ-પાણીની તથા જુગારના સાધનોની વ્યવસ્થાઓ પુરી પાડી જુગારનો અખાડો ચલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ (પૈસા) ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ છે જેથી સદરહુ ઓફિસામા રેડ કરતા કુલ રોકડા રૂપીયા ૧,૩૭,૭૦૦/- તથા ગંજીપતાનાં પાના નંગ ૫૨ કિ રૂ ૦૦/- તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ મુદામાલ ૨,૩૭,૭૦૦/- સાથે કુલ સાત આરોપી મળી આવતા તેઓ વિરુધ્ધ ઉપલેટા પો.સ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
૧) ચેતનભાઇ જેઠાભાઇ કનારા રહેઉપલેટા,વીજળી રોડ,ચકલી ચોરા પાસે * (૨) વીરો દેવરખીભાઇ હરણ રહે.ભાયાવદર,ગોકુલ નગર,બસસ્ટેન્ડ સામે તા- ઉપલેટા
(૩) રાજેશભાઇ ગોવીંદભાઇ ચંદ્રવાડીયા રહે.ઉપલેટા,જીરાપા પ્લોટ મંડપ રોડ
(૪) કેયુરભાઇ ઉર્ફે દુળી ઇશ્વરભાઇ ડઢાણીયા રહે.ભાયાવદર,હોળીધાર રોડ,તા-ઉપલેટા
(૫) ઉમેશભાઇ પરબતભાઇ ચંદ્રવાડીયા રહે.ઉપલેટા,યાદવ રોડ,વીક્રમ ચોક પાસે
(૬) હારૂનભાઇ ઇજ઼ામભાઇ દલ રહે.ઉપલેટા,નાગનાથ ચોક,સીલ્વર સોસાયટી
(૭) દીપ ઉર્ફે ટપુડો કીરીટભાઇ રાઠોડ રહે.ઉપલેટા,ક્રુષ્ણ કેક રોડ,આર્ય ડેરી પાસે
કબ્જે કરેલ મુદામાલ –
રોકડા રૂપીયા.૧,૩૭,૭૦૦/-
ગંજીપતાના પાના નંગ પર કિ રૂ ૦૦/- એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
કુલ મુદામાલ ૨,૩૭,૭૦૦/-
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
આ કામગીરીમા ઉપલેટા પોલીસ ઇન્સપેકટર શ્રી કે.કે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એસ.ગરચર તથા એ.એસ.આઇ ધરમચંદ કટોચ તથા પો.હેડ કોન્સ. હરદેવસિંહ ચુડાસમા,તથા ફીરોજભાઇ બ્લોચ તથા પો.કોન્સ.સત્યપાલસિંહ જાડેજા તથા નીર્મળસિંહ ચુડાસમા ડ્રા.પો કોન્સ હીતેશભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરવામા આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પાકું 𝐑𝐂𝐂 પેચ વર્ક કરાવતા કોર્પોરેટરશ્રીઓ.*

editor

*વિરપર નજીક જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટકયા : પ્રતિકાર કરનાર બે ચોકીદાર ઘાયલ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે તારીખ ૩૧/૦૮ નાં રોજ જન્મદિવસ*

editor

Leave a Comment