
વાંકાનેર સિટી વિસ્તારના હસનપર ગામની સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા કુલ-૮ ઇસમો પૈકી ૦૩ આરોપીઓને રોકડા રૂપીયા-૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૦૧/૦૯/૨૦૨૩
શ્રી, અશોક કુમાર ( IPS )પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા. રીતે ચાલતી પ્રોહિ-જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓને સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી, તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC સુરેશભાઇ હંબલ, પૃથ્વીસિંહ જાડેજા તથા Pc વિક્રમભાઇ ફુગસીયાને હકીકત મળેલ કે, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ કોળી રહે.જાલીગામ તા.વાંકાનેર વાળો તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામનીસીમમાં જાગી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે વાં(નેર સિટી પોલીસ સ્ટેશનના હસનપર ગામની સીમમાં જાલી ગામે જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં આજરોજ રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જે પૈકી પાંચ ઇસમો નાસીભાગી ગયેલ હોય તેમજ ત્રણ ઇસમો સ્થળ ઉપર પકડાઇ જતા જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૪,૪૫,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧. બાબુભાઇ માધાભાઇ ભરવાડ ઉવ.૩૧ ધંધો વેપાર રહે.રફાળેશ્વર તા.જી.મોરબી
૨. ખોડાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ ઉવ.૪૮ ધંધો ખેતી રહે.સોખડા ગામ ડેરીવાસ તા.વીજાપુર જી.મહેસાણા ૩. પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહ ક્ષત્રિય ઉવ.૨૭ ધંધો ખેતી રહે.નવા વધાસીયા તા.વાંકાનેર જી.મોરબી
નાસી ભાગી ગયેલ આરોપીઓના નામ સરનામાં
૧. જયતીભાઇ રાધવભાઇ ચૌહાણ રહે.મુળ ચિરોડા તા. ચોટીયા જી.સુરેન્દ્રનગર હાલ રહે રાજકોટ ર. સંજયભાઇ લીંબાભાઇ બાબુતર /ભરવાડ રહે.પીપળીયા(શુકલ) તા.જી.રાજકોટ
૩. મોમભાઇ નાથાભાઇ ડાભી ભરવાડ રહે.વરડુસર તા. વાંકાનેર જી.મોરબી
૪. નરેન્દ્રભાઇ ઉર્ફે હકો દિલાભાઇ અસ્વાર રાજપુત રહે.ઢુવા તા.વાંકાનેર જી.મોરબી ૫. રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ રંગપરા કોળી રહેજાલી ગામ તા.વાંકાનેર જી.મોરબી.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભાચીયા તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.
